રામ પ્રસાદ બિસ્મિલ જયંતી: આ રીતે એક ચાદરના કારણે ફસાઇ ગયા ક્રાંતિકારી...
રામ પ્રસાદ બિસ્મિલ મહત્વના સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 11 જૂન, 1897નાં રોજ શાહજહાપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમનાં પિતા મુરલીધર શાહજહાપુર નગરપાલિકામાં કામ કરતા હતા. તેમણે પોતાનાં પિતા પાસેથી હિંદી શીખ્યું અને ઉર્દુ શીખવા માટે તેમને એખ મૌલવીની પાસે મોકલવામાં આવ્યા. આવો આજે તેમનાં જન્મ દિવસ પ્રસંગે તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક માહિતી જાણીએ.
અમદાવાદ : રામ પ્રસાદ બિસ્મિલ મહત્વના સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 11 જૂન, 1897નાં રોજ શાહજહાપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમનાં પિતા મુરલીધર શાહજહાપુર નગરપાલિકામાં કામ કરતા હતા. તેમણે પોતાનાં પિતા પાસેથી હિંદી શીખ્યું અને ઉર્દુ શીખવા માટે તેમને એખ મૌલવીની પાસે મોકલવામાં આવ્યા. આવો આજે તેમનાં જન્મ દિવસ પ્રસંગે તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક માહિતી જાણીએ.
રામ પ્રસાદ બિસ્મિલ મોટા કવિ અને શાયર પણ હતા. તેમણે ઉર્દુ અને હિંદીમાં અજ્ઞાત, રામ અમે બિસ્મિલ નામથી કવિતાઓ લખી પરંતુ તેઓ પ્રસિદ્ધ બિસ્લિમલ કલમી નામથી થયું. સરફરોશી કી તમન્ના જેવા ગીતો તેમણએ લખ્યા હતા. જેમાં દરેક ભારતીયનાં હૃદયમાં સ્થાન બનાવ્યું. તેમણે હિંદીથી બંગાળીમાં અનુવાદનું કામ પણ કર્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલા કામોમાં બોલ્શેવિક પ્રોગ્રામ, અ સૈલી ઓફ ધ માઇન્ડ, સ્વદેશી રંગ અને કેથરિનનો સમાવેશ થાય છે.ઋષિ અરબિંદોની યૌગિક સાધનાનું રામ પ્રસાદે અનુવાદ કર્યો હતો. તેમનાં તમામ કામને સુશીલ મેલા નામની સીરીઝમાંપ્રકાશિત કરવામાં આવી છે.
બિસ્મિલ આર્ય સમાજન સાથે જોડાયેલા હતા. જ્યા તેમને સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકથી પ્રેરણા મળી. સત્યારથ પ્રકાશને સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું. પોતાનાં ગુરૂ અને આર્ય સમાજનાં પ્રચારક સ્વામી સોમદેવના માધ્યમથી તેમનો લાલા હરદયાસ સાથે સંપર્ક થયો હતો. તેઓ હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના સંસ્થાપક સભ્ય છે.
ઉત્તર રેલ્વેએ એક સ્ટેશનનું નામ તેમના સન્માનમાં પંડિત રામ પ્રસાદ બિસ્મિલ રેલ્વે સ્ટેશન રાખ્યું હતું. 19 ડિસેમ્બર, 1997નાં રોજ ભારત સરકાર દ્વારા તેમની 100મી જયંતીના ઉપલક્ષ્યમાં એખ યાદગાર ટપાલ ટિકિટ પણ ઇશ્યું કરવામાં આવી હતી.
રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં 10 લોકોએ સુનિયોજીત કાર્યવાહી હેઠળ 9 ઓગષ્ટ, 1925ના રોજ લખનઉના કાકોરી નામના સ્થળે દેશભક્તોએ રેલ્વે વિભાગની લઇ જઇ રહેલી સંગ્રહિત રકમને લૂંટી. તેમણે ટ્રેનના ગાર્ડને બંદુકની અણીએ કાબુ કર્યો. ગાર્ડને ડબ્બામાં લોખંડની તિજોરીને તોડીને આક્રમકકારી દળ ચાર હજાર રૂપિયા લઇને ફરાર થઇ ગયા. કાકોરી કાંડમાં અશફાકઉલ્લા, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહિડી, સચીન્દ્ર સાન્યાલ, મન્મથનાથ ગુપ્ત, રામ પ્રસાદ બિસ્મિલ વગેરેનો સમાવેશ થાય છે.
કાકોરી કાંડે બ્રિટિશ શાસનને હલાવી નાખ્યું હતું. કાકોરી કાંડના ક્રાતિકારીઓને ધરપકડ કરવા માટે બ્રિટિશ સરકારે ઇનામની જાહેરાત કરી હતી. ક્રાંતિકારીઓ સુધી બ્રિટિશ પોલીસને પહોંચાડવામાં મોટી ભુમિકા ઘટના સ્થળ પરથીમળી આવેલી ચાદરે નિભાવી હતી. ચાદર પર લાગેલા ધોબીના નિશાન પરથી ખબર પડી કે ચાદર બિસ્મિલના સાથી બનારસીલાલની હતી. આ પ્રકારે પોલીસ તે જાણવામાં સફળ રહી કે કાકોરી કાંડ કોણે કર્યો હતો. ત્યાર બાદ ક્રાંતિકારીઓની એક પછીએક ધરપકડ થવા લાગી. બિસ્મિલને કાકોરી કાંડ માટે ફાંસીની સજા કરવાાં આવી. 19 ડિસેમ્બર 1927નાં રોજ તેમને ફાંસી આપવામાં આવી.
જેલ રેકોર્ડસ અનુસાર બિસ્મિલે ગોરખપુર જેલમાં ઘણા પત્ર લખ્યા. ફાંસીના ત્રણ દિવસ પહેલા તેમણે પોતાની માં અને મિત્ર અશફાકઉલ્લાહ ખાનને પત્ર લખ્યો. તેમની માંને પત્રમાં પોતાની ફાંસી મુદ્દે સાંત્વના આપી હતી. તેમણે પોતાની માંને અફસોસ નહી કરવા માટે ક્હ્યું હતું. તેમણે લખ્યું હતું કે આાખો દેશ તેમને યાદ કરશે. તેમણે માં ને પ્રાર્થના કરવા માટે કહ્યું જેથી પોતાનું જીવન માતૃભુમિને સમર્પીત કરી શકે. અશફાકઉલ્લાહ ખાનને લખેલા પત્રમાં તેમણે પોતાના ભાઇ અને લેફ્ટિનેંટ ગણાવ્યો હતો. તેમણે અશફાકને લખેલા પત્રના અંતમાં શેર લખ્યો કે 'असगर रहीम इश्क में हस्ती ही जुर्म है, रखना कभी न पांव यहां सर लिए हुए।'
ફાંસી આપતા પહેલા જ્યારે તેમને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું કે હું બ્રિટિશ શાસનનો અંત જોવા માંગુ છું.ત્યાર બાદ તેમણે વૈદિક મંત્રના ઉચ્ચાર સાથે વિરતા પુર્વક હસ્તા મોઢે અંતિમ શ્વાસ લીધા.