NIA Raid On PFI: આજે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે દેશભરમાં પીએફઆઈ (પોપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા) ના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએના અધિકારી સંજુક્તા પરાશરે આ દરોડાને લઈ વિસ્તૃત જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે આજે 15 રાજ્યોમાં 93 લોકેશન પર સર્ચ અભિયાન ચાલ્યું હતું. આ 15 રાજ્ય છે- કર્ણાટક, તમિલનાડુ, કેરલ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, અસમ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મણિપુર.


એનઆઈએ અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો કેરલમાં 39, તમિલનાડુમાં 16, કર્ણાટકમાં 12, આંધ્રપ્રદેશમાં 7, તેલંગાણામાં 1, ઉત્તર પ્રદેશમાં 2, રાજસ્થાનમાં 4, દિલ્હીમાં 2, આસામમાં 1, મધ્યપ્રદેશમાં 1, મહારાષ્ટ્રમાં 4, ગોવામાં 1, પશ્ચિમ બંગાળમાં 1, બિહારમાં 1 અને મણિપુરમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ ભારતમાં દર વર્ષે 92,000 કરોડના ભોજનની બરબાદી, લાખો ટન અન્નનો દરરોજ થાય છે બગાડ


5 મામલામાં થઈ ધરપકડ
એનઆઈએએ નિઝામાબાદ મામલામાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આંધ્ર પ્રદેશથી 4, તેલંગણામાંથી એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો છે. તો એક કેસ દિલ્હીનો છે, જેમાં કેરલથી 19, કર્ણાટકથી 7, તમિલનાડુથી 11 અને ઉત્તર પ્રદેશથી 1 અને રાજસ્થાનથી 2 લોકોની ધરપકડ થઈ છે. એટલે કુલ 45.


કેમ પાડ્યા દરોડા?
છેલ્લા કેટલાક દિવસની તપાસ દરમિયાન એનઆઈને જાણવા મળ્યું હતું કે પીએફઆઈ ટેરર ફન્ડિંગ, ટ્રેનિંગ કેમ્પ જ્યાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી, સાથે યુવાનોને પ્રતિબંધ આતંકી સંગઠન જોઈન કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યાં હતા. એનઆઈએ પહેલા આ કેસ દાખલ કર્યા હતા અને તપાસ બાદ પૂરાવા મળ્યા એટલે કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્ર પ્રમાણે એનઆઈએના આશરે 300 અધિકારીઓ દરોડા પાડવામાં સામેલ હતા. એનઆઈએ ડીજીએ આ દરોડા પર નજર રાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube