ભારતમાં દર વર્ષે 92,000 કરોડના ભોજનની બરબાદી, જાણો કેટલા અન્નનો બગાડ કરે છે એક ભારતીય
પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં યુનાઇટેડ નેશનના આંકડા જણાવે છે કે લગભગ 190 મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતમાં ઘરેલૂ Food Waste લગભગ 68.7 મિલિયન ટન વાર્ષિક છે.
Trending Photos
આરતી રાય, નવી દિલ્હીઃ કહેવાય છે કે વ્યક્તિ જીવવા માટે ભોજન કરે છે. તો દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ખાવા માટે જુવે છે. જીવનમાં શ્વાસ લેવાની સાથે ભોજન પણ ખુબ જરૂરી છે. વિચારો તેમ છતાં વર્ષે લાખો ટન ભોજન અને અનાજ બરબાદ થાય છે. તેમ છતાં દુનિયામાં ઘણા લોકોને ભૂખ્યા સુવાનો વારો આવે છે. શું તમે જાણો છો, ભારતમાં પ્રતિ વ્યક્તિ દર વર્ષે એવરેજ 50 કિલો સુધી ભોજન બરબાદ થાય છે. આ આંકડા ચોંકાવનારા છે. જેટલી મોટી જનસંખ્યા એટલી ભોજનની વધુ બરબાદી. ભોજનની બરબાદીના મામલામાં ચીન બાદ ભારત દુનિયામાં બીજા સ્થાને છે.
190 મિલિયન ભારતીય કુપોષિત
પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં યુનાઇટેડ નેશનના આંકડા જણાવે છે કે લગભગ 190 મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતમાં ઘરેલૂ Food Waste લગભગ 68.7 મિલિયન ટન વાર્ષિક છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ભોજનની બરબાદીની કિંમત લગભગ 90,000 કરોડ રૂપિયા વાર્ષિક પહોંચી ચુકી છે.
ભોજનની બરબાદીનો વાર્ષિક આંકડો 68,760,163 ટન સુધી
United Nations Environment Program (UNEP) અને સહયોગી સંગઠન WRAP Food Waste Index Report 2021 પ્રમાણે 2019માં લગભગ 931 મિલિયન ટન ખાદ્ય સામગ્રી બરબાદ થઈ છે. જેમાંથી 61 ટકા ઘરોમાં, 26 ટકા ફુડ સર્વિસ અને છુટક 13 ટકા છે. તો આંકડા પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવે છે કે અંદાજિત ભારતમાં દરેક વ્યક્તિ વર્ષે લગભગ 50 કિલોગ્રામ સુધી ભોજન બરબાદ કરે છે. દેશમાં ભોજનની બરબાદીનો આંકડો વાર્ષિક 68,760,163 ટન સુધી પહોંચી ચુક્યો છે.
જો વિશ્વની વાત કરવામાં આવે તો અમેરિકામાં એવરેજ 59 કિલોગ્રામ વાર્ષિક ભોજન એક વ્યક્તિ બરબાદ કરે છે. એમ કહી શકાય કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ વાર્ષિક 19,359,951 ટન ભોજન કે ખાવાનો સામાન બરબાદ થાય છે. તો આ લિસ્ટમાં નંબર વન દેશ ચીનની વાત કરીએ તો ત્યાં વર્ષમાં એક વ્યક્તિ 64 કિલોગ્રામ ભોજન નષ્ટ કરી દે છે. અહીં લગભગ વર્ષે 91,646,213 ટન સુધી ભોજનની બરબાદી થાય છે.
ઉત્પાદનનું લગભગ 40 ટકા ભોજન બરબાદ થાય છે
શું તમે જાણો છો કે દુનિયાભરમાં એક તૃતીયાંશ ભોજન બરબાદ થાય છે. જો આપણે ભોજનની બરબાદી પર લગામ લગાવીઓ તો 3 અબજ લોકોનું પેટ સરળતાથી ભરી શકાય છે. પ્રકૃતિ માટે ભોજનની બરબાદી નુકસાનકારક છે. જો આપણે ભોજનને બગડતું અટકાવીએ તો તે ચારમાંથી એક કારને રસ્તાપરથી હટાવવા બરાબર થશે. એક આંકડા અનુસાર ભારતમાં એવરેજ એક વ્યક્તિ દરરોજ 137 ગ્રામ ભોજન બરબાદ કરે છે. દેશમાં ઉત્પાદનના લગભગ 40 ટકા સુધી ભોજન બરબાદ થાય છે. જે એક વર્ષમાં 92 હજાર કરોડ રૂપિયા બરાબર છે.
ભોજનની બરબાદી રોકવા માટે એક એવું પગલું છે જે આપણા દેશ અને ગ્રહને રહેવા માટે એક સારી જગ્યા બનાવી શકે છે. આ ખુબ સરળ આદત છે, જે માટે આપણે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે