ઝી મીડિયા/બ્યૂરો :21 જૂનના રોજ આજે સૂર્યગ્રહણ (Surya Grahan 2020) લાગવાનું છે. આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે. તે બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. અયોધ્યામાં સૂર્યગ્રહણને પગલે 20 જૂનની રાત્રે 10 વાગીને 31 મિનીટના રોજ સૂતકકાળ શરૂ થઈ ગયો હતો. રવિવારે આ વલાયાકાર ગ્રહણ બપોરે 12 વાગીને 15 મિનીટ પર ચરમસીમા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યભરના મંદિરો સૂતક લાગવાને કારણે બંધ કરી દેવાયા છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં પણ રવિવારની સવારે ભક્ત રામલલ્લાના દર્શન બંધ કરવામાં આવ્યા છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ બપોરે 3 વાગ્યાથી રામલલ્લા મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. નૈનિતાલ સ્થિત ARIES ના વૈજ્ઞાનિક શશી ભૂષણ પાંડેએ જણાવ્યું કે, આ ઘટના તમારા માટે બહુ જ મહત્વની છે. કારણ કે, આ બાદ સૂર્યગ્રહણની ઘટના આવતા વર્ષે 2021 માં 21 મેના રોજ જોવા મળશે. જ્યારે કે પૂર્ણ સૂર્યગ્રહણ 20 માર્ચ, 2034ના રોજ જોવા મળશે. 


સૂર્યગ્રહણનો સમય
ગ્રહણનો પ્રારંભ કાળ - 9.15
કંકણ આરંભ - 10.17
પરમ ગ્રા - 12.10
કંકણ સમાપ્ત - 14.02
ગ્રહણ સમાપ્તિ કાળ - 15.06
ખંડગ્રાસનો સમય - 3 કલાક 28 મિનીટ 36 સેકન્ડ 


સૂર્ય ગ્રહણનો સૂતક કાળ
સૂતક પ્રારંભ - 21.15, જૂન 20
સૂતક સમાપ્ત - 15.05 જૂન 21


નગ્ન  આંખોએ ન જુઓ ગ્રહણ
વૈજ્ઞાનિકોની માનીએ તો, આજે જે સૂર્યગ્રહણ લાગવાનું છે, તેને નગ્ન આંખોથી જોવાથી તમારી આંખો પર અસર પડી શકે છે. આ ખગોળીય ઘટના સૂર્ય અને ચંદ્રને લઈને વૈજ્ઞાનિકો માટે રિસર્ચનો મોટો વિષય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર