નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની સત્તા પર છે. તેમના કાર્યકાળમાં એક તારીખ ખુબ મહત્વની બની ગઈ છે. આ તારીખ 5 ઓગસ્ટ છે. હકીકતમાં વર્ષ 2019માં એકવાર ફરી પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ્દ કરી દીધો હતો. તો પાછલા વર્ષે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ આ વર્ષે 5 ઓગસ્ટે શું થવાનું છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારે છેલ્લા બે વર્ષમાં ઐતિહાસિક નિર્ણય લઈને પોતાના વિરોધીઓને ચોંકાવ્યા છે. તો આ વર્ષે પણ શું કોઈ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે? શું મોદી સરકાર એકવાર ફરી કેટલાક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાના વિરોધીઓને ચોંકાવી દેશે? 


આવો જાણીએ આખરે કેમ ખાસ છે મોદી સરકાર માટે આજ 5 ઓગસ્ટનો દિવસ
વર્ષ 2019, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યુ હતુ કે અટલજી અને કરોડો દેશભક્તોનું આજે તે સપનુ પૂરુ થવા જઈ રહ્યું છે જે તેમણે જમ્મુ-કાશ્મીર માટે જોયુ હતું. તેમણે આ દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. 


તો પાછલા વર્ષે 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની આધારશિલા રાખી હતી. આજે ફરી 5 ઓગસ્ટનો દિવસ છે. મોદી સરકારનો આગામી ટાર્ગેટ શું છે તેને લઈને સવાલો થઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ કોરોનાને લઈને કેન્દ્રએ રાજ્યોને ચેતવ્યા, સ્થાનિક સ્તરે એકવાર ફરીથી લાગી શકે છે પ્રતિબંધ! 


યોગી આદિત્યનાથે 5 ઓગસ્ટનું મહત્વ જણાવ્યુ
તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યોગીનું નિવેદન ખુબ રસપ્રદ લાગી રહ્યુ છે, તેમણે 5 ઓગસ્ટના દિવસે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરી આ દિવસનું મહત્વ સમજાવ્યુ છે. 


આજે ફરી લેવાશે કોઈ નિર્ણય?
તેવામાં દરેક લોકો એટલું જાણવા ઈચ્છે છે કે મોદી સરકાર આજે શું કરવાની છે. તમને જણાવી દઈએ કે આજે અયોધ્યામાં રામલલાના મંદિર પરિસરમાં અનેક કાર્યક્રમ થશે. આ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી સામેલ થશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube