નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત અનેક રાજ્યોને ઘમરોળી નાખ્યું. તેની તબાહીની અસરમાંથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં તો એક બીજુ વાવાઝોડું દેશને ઘમરોળી રહ્યું છે. જો કે આ વાવાઝોડા વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સજાગતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓના કારણે વધારે નુકસાન ન થયું. પરંતુ હવે દેશના પૂર્વ કાંઠાના રાજ્યો પર યાસ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન યાસ હવે ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ જ કારણે અનેક રાજ્યો અલર્ટ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMD ની આગાહી
હવામાન ખાતાનું કહેવું છે કે આ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે 26મી મેના રોજ ઓડિશાના બાલાસોર પાસે દસ્તક આપશે. કાલે 26મી મેના રોજ તેની તીવ્રતા વધશે. જો કે તેની અસર કેટલીક જગ્યાઓ પર સોમવારે જ દેખાવવા માંડી. હવે હવામાન ખાતાએ યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરી છે. 


હાલાત પર બાજ નજર
નોંધનીય છે કે પીએમ મોદી આ વાવાઝોડાની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. તેઓ સમીક્ષા બેઠકમાં દરેક શક્ય મદદનો ભરોસો આપી ચૂક્યા છે. આ વખતે પણ NDRF, SDRF અને નેવી, એરફોર્સ સહિત તમામ સતર્કતાથી હાલાત સંભાળવા માટે ડટી રહ્યા છે. 


જેને આપણે ભૂલ્યા તેના માટે દુનિયામાં પડાપડી!, ગાયને વળગીને બેસવા માટે એક કલાકના 16 હજાર રૂપિયા


આ સાથે જ  બિહાર અને ઝારખંડ માટે પણ આઈએમડીએ અલર્ટ જાહેર કરેલી છે. બિહારમાં પણ વરસાદનું અલર્ટ છે જે 26 મે સુધી જારી રહી શકે છે. જ્યારે પાડોશી ઝારખંડના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 


બંગાળમાં કહેર મચાવી શકે છે યાસ
યાસની અસર શરૂ થઈ ગઈ છે. ઓડિશાના બાલાસોર કોસ્ટ પાસે ચાંદીપુરમાં મંગળવારે ભારે વરસાદ શરૂ થયો. અહીં સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવા લાગી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર જતા રહેવાની ચેતવણી અપાઈ રહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અંદેશો વ્યક્ત કર્યો છે કે વાવાઝોડું યાસ આ વખતે અમ્ફાન વાવાઝોડા  કરતા પણ વધુ તબાહી મચાવી શકે છે. તેમણે કહ્યું કે અમારી કોશિશ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની છે. 


Corona ની બીજી લહેરને કૈલાશ વિજયવર્ગીયએ ગણાવી વાયરલ વોર, કહ્યું- ચીને રચ્યું ષડયંત્ર


મમતા બેનર્જીના જણાવ્યાં મુજબ વાવાઝોડું યાસ 20 જિલ્લાઓને પ્રભાવિત કરશે. જેમાં કોલકાતા, નોર્થ અને સાઉથ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે અમ્ફાન વાવાઝોડાએ ઓડિશા-બંગાળમાં ભારે તબાહી મચાવી હતી. કોલકાતા શહેર સુધી તેનો પ્રભાવ જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube