Weather Forcast: દેશભરમાં આગ ઝરતી ગરમી! જાણો શું થશે ગુજરાતની દશા
Weather Updates: ઉનાળો હવે દિનપ્રતિદિન વધુને વધુ આકરો બની રહ્યો છે. દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોનો હાલ...
Weather News: સૂર્ય હવે પોતાનો તાપ બતાવી રહ્યો છે. દિલ્લીથી લઈને છેક રાજસ્થાન સુધી લોકો ગરમીથી પોકારી રહ્યાં છે તૌબા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ તાપમાન વધુ ઉંચું જઈ શકે છે. ખાસ કરીને હાલ રાજધાની દિલ્લીમાં આજે ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી છે. જ્યારે રાજસ્થાનમાં હાલ કેટલાંક વિસ્તારોમાં ગરમી 41 ડિગ્રીની પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીથી રાજસ્થાન સુધી પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત છે. કેરળમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે, ભારતીય હવામાન વિભાગે રાજ્યના તિરુવનંતપુરમ, અલાપ્પુઝા અને કોઝિકોડ જિલ્લાઓ માટે 9 મે સુધી 'યલો' એલર્ટ જારી કર્યું છે. સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચવાની આશંકા છે.
રાજસ્થાનના બાડમેરમાં બુધવારે 46 ડિગ્રીએ પહોંચ્યું હતું તાપમાનઃ
IMDએ જણાવ્યું કે આજે શહેરમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. બુધવારે સરહદી બાડમેરમાં દિવસનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપી છે.
શું કરી હવામાન વિભાગે આગાહી?
હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્લી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હજુ થોડા દિવસો સુધી ભારે ગરમી પડી શકે છે. આગામી સપ્તાહ સુધી ગરમીનું જોર વધી શકે છે જેને કારણે દેશભરમાં ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.
હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે-
9 મેના રોજ જોધપુર અને બિકાનેર ડિવિઝનમાં કેટલાક સ્થળોએ તીવ્ર ગરમ પવનો એટલે કે 'લૂ' આવવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જયપુર, ભરતપુર અને કોટા ડિવિઝનમાં પણ હીટ વેવની શક્યતા છે. 10 મેના રોજ બિકાનેર, જયપુર, ભરતપુર ડિવિઝનમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. 10-11 મે દરમિયાન સક્રિય થઈ રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બપોરના સમયે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને હળવા વરસાદની શક્યતા છે. 11 અને 13 મેના રોજ કેટલાક ભાગોમાં વાવાઝોડાની ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે અને કેટલાક સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન અને તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્રએ કહ્યું કે તોફાન અને વરસાદની અસરને કારણે રાજસ્થાનમાં લોકોને 11 મેથી ગરમીના મોજાથી થોડી રાહત મળી શકે છે.
ક્યા પડી શકે છે વરસાદ?
આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. IMD એ તેની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ યાનમ, દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશ (SCAP) અને રાયલસીમામાં 8 થી 12 મે દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કયા રાજ્યમાં અપાઈ ભારે ગરમીની આગાહી?
IMDએ કહ્યું કે કોલ્લમ, પલક્કડ અને કોઝિકોડમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યના મલપ્પુરમ અને કાસરગોડ જિલ્લામાં તાપમાન 10 મે સુધી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. IMDએ કહ્યું કે આ તાપમાન વર્ષના આ સમયે સામાન્ય તાપમાન કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. 9 મેના રોજ તિરુવનંતપુરમ, અલપ્પુઝા અને કોઝિકોડ જિલ્લામાં એક કે બે સ્થળોએ 'હીટ વેવ'ની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. આ ત્રણેય જિલ્લાઓ માટે ‘યલો’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.