નવી દિલ્હી : રવિવારે મતદાન પુર્ણ થયા બાદ એજન્સીઓએ પોતાનાં એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. મોટા ભાગની એજન્સીઓએ એનડીએ માટે બહુમતીનું અનુમાન વ્યક્ત કર્યું છે. ટુડેઝ ચાણક્યએ આ અંગે એનડીએને 350 સીટો આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં લોકસભા ચૂંટણીમાં ટુડેઝ ચાણક્યની એક્ઝિટ પોલ જ સૌથી વધારે સટીક હતું. જ્યાં એક તરફ એજન્સીઓ એનડીએને બહુમતીથી દુર હોવાનું જણાવી રહી હતી. બીજી તરફ ચાણક્યએ એનડીએ માટે 344 સીટોનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે પરિણામ આવ્યા તો ચાણક્યની વાત સાચી સાબિત થઇ. એનડીએને કુલ 336 સીટો મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ પીળી સાડીવાળી મહિલાએ તમામ નિયમ નેવે મુકી મતદાન કર્યું

આ સર્વેમાં એકલા ભાજપને જ 300 સીટો મળી રહી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે જે ગત્ત વખત કરતા વધારે છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપને 282 સીટો પ્રાપ્ત થઇ હતી. ચાણક્ય એક્ઝિટ પોલના અનુસાર યુપીએને 95 અને અન્યને 97 સીટો મળવાનું અનુમાન છે. ટુડેઝ ચાણક્યએ ઉત્તરપ્રદેશમાં ભાજપ +ને 57થી 73 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત બસપા-સપા ગઠભંધનને 7થી 19 સીટો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસનાં ખાતામાં બે સીટ જઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એબીપી નીલ્સનનાં સર્વેમાં જણાવાઇ રહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ગઠબંધનનાં કારણે ભાજપને નુકસાન થશે અને માત્ર 33 સીટો પર સમેટાઇ જશે. એબીપી નીલ્સન અનુસાર ઉત્તરપ્રદેશમાં ગઠબંધનન 45 સીટો જીતી શકે છે. 


Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?
ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલ: ઓરિસ્સામાં ભાજપના પુરમાં બીજદનો કિલ્લો તણાય તેવી શક્યતા
રિપબ્લિક સીટ વોટરનાં સર્વેમાં ભાજપ+ માટે 287 સીટોનું અનુમાન લગાવાયું છે. જેમાં યુપીએને 130 અને અન્યને 135 સીટો આપવામાં આવી છે. અમારા સહયોગી ટાઇમ્સ નાઉ વીએમઆરનાં એક્ઝિટ પોલમાં એનડીએને 304, યુપીએને 118 અને અન્યને 120 સીટો મળવાનું અનુમાન છે. ન્યૂઝ 18એ એન્ડીએને 336, યુપીએને 82 અને અન્યને 124 સીટો આપી છે.