Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું આજે મતદાન પુર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ત્યારે નેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યા છે

Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના રવિવારે સાંજે આવેલા મોટાભાકનાં એક્ઝિટ પોલનાં અનુસાર નરેન્દ્ર મોદી એકવાર ફરીથી વડાપ્રધાન સ્વરૂપે તાજપોશી કરવા જઇ રહ્યા છે. એટલે સુધી કે કેટલાક એક્ઝિટ પોલે ભાજપ નીત એનડીએને બહુમતી માટે જરૂરી 272 સીટોથી અનેક ગણી વધારે 300 પ્લસ સીટ મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે અનેક એક્ઝિટ પોલનાં અનુસાર ભાજપ- ગઠબંધનને ઉત્તરપ્રદેશમાં ખાસ્સુ નુકસાન થઇ રહ્યું છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને 71 સીટો મળી હતી. એક્ઝિટ પોલના અનુમાનો અંગે રાજનીતિક દળોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. 

ધર્મેન્દ્રએ આપી શુભકામના
એક્ઝિટ પોલનાં પરિણામો સામે આવ્યા બાદ અભિનેતા ધર્મેન્દ્રએ વડાપ્રધાન મોદીને શુભકામના આપતા તેને ફકીર બાદશાહે કહ્યું કે, ઉલ્લેખનીય છે કે, અભિનેતા ધર્મેન્દ્રનાં પુત્ર સની દેઓલ ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. તેની પત્ની હેમા માલિની મથુરાથી ચૂંટણી મેદાનમાં છે. એબીપી-નીલસનનાં સર્વે અનુસાર હેમા માલિની ચૂંટણી જીતી શકે છે. 

#ZeeMahaExitPoll: અસમમાં ભાજપ ક્લિન સ્વિપ કરે તેવી શક્યતા
ઉમર અબ્દુલાએ ટ્વીટ કરી ધુંધવાટ ઠાલવ્યો
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. તેણે ટ્વીટ કરીને પોતાનો ધુંધવાટ ઠાલવ્યો હતો.અબ્દુલાએ પોતાનાં એક ટ્વીટમાં લખ્યું કે, દરેક એક્ઝીટ પોલ ખોટા હોઇ શકે નહી. આ સમટ ટીવી બંધ કરવાનો, સોશિયલ મીડિયા લોગ આઉટ કરવાનો છે. અને હવે રાહ જોવાની રહી કે 23 મેનાં રોજ વિશ્વ બદલાવા જઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એબીપી-નીલસનનાં એક્ઝિટ પોલ અનુસાર ભાજપને એક સીટનું નુકસાન થઇ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 સીટો જઇ શકે છે. 

એક્ઝિટ પોલ ગોસીપ મારો જરા પણ વિશ્વાસ નહી
બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના દવાને નકારી દીધું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, હું એક્ઝિટ પોલ ગોસિપ પર ભરોસો નથી કરતી. એક્ઝિટ પોલ ગોસિપનાં માધ્યમથી હજારો ઇવીએમમાં હેરફેર કરવા અથવા બદલાવી દેવાનો ગેમ પ્લાન બનાવવામાં આવ્યો છે. હું તમામ વિપક્ષી દળોને એક થવા, મજબુત અને નિર્ભીક થવાની અપીલ કરુ છું. અમે તમામ આ લડાઇને મળીને લડીશું. 

અમરિંદર સિંહે કહ્યું એક્ઝિટ પોલ પર વિશ્વાસ નહી
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, એક્ઝિટ પોલ સટીક નથી હોતા. તેમણે કહ્યું કે, મારા અનુભવનાં આધાર જ્યારે હું પંજાબના મતદાતાઓનો મિજાજ જાણુ છું તો સંપુર્ણ સટીક અનુમાન નથી લગાવી શકતો. તો પછી એક્ઝિટ પોલ આટલું સટીક અનુમાન કઇ રીતે લગાવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news