નવી દિલ્હી: ટોકિયો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં 15 મેડલ પોતાના નામે કરનારા ભારતીય ખેલાડીઓ માટે આજનો દિવસ પણ ખુબ શાનદાર રીતે શરૂ થયો. બેડમિન્ટનની SL4 કેટેગરીમાં ભારતના સુહાસ એલ યથીરાજે ફાઈનલમાં પ્રવેશ કરીને ભારત માટે વધુ એક મેડલ ફિક્સ કર્યો છે. 


પ્રમોદ ભગતે પણ મેડલ કર્યો પાક્કો
પેરા બેડમિન્ટન પ્લેયર પ્રમોદ ભગત પણ SL3 કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી ગયા છે. તથા ભારત માટે વધુ એક મેડલ પાક્કો કર્યો છે. જાપાનમાં દાઈસુકે ફુજીહારાને 21-11, 21-16થી હરાવી દીધો. 33 વર્ષના પ્રમોદ પોતાના વર્ગમાં વર્લ્ડ નંબર વન પણ છે અને એશિયન ચેમ્પિયન પણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube