Tomato Fever: ટોમેટો ફ્લૂ મામલે લેન્સેટે તાજેતરમાં ચેતવણી જાહેર કરી છે. આ તાવથી બાળકોમાં લાલ ફોલ્લા ઉપસી આવે છે અને મોટા મોટા દાણા પણ શરીર પર નીકળી આવે છે. આ પ્રકારના કેટલાક લક્ષણ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મંકીપોક્સ સંક્રમણમાં પણ જોવા મળે છે. શરીર પર લાલ ફોલ્લા પડવાને કારણે તેનું નામ ટોમેટો ફ્લૂમાં થાક, ઉલ્ટી, દસ્ત, તાવ, પાણી ઘટવું, સાંધામાં સોજા જેવા લક્ષણ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ટોમેટો ફીવર?
કોવિડ મહામારીથી બહાર આવ્યા બાદ ભારતમાં મંકીપોક્સ અને હવે ટોમેટો ફ્લૂએ ટેન્શન વધાર્યું છે. આ તાવ 5 વર્ષથી નાના બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. આ તાવમાં શરીર પર ફોલ્લા આવી રહ્યા છે. આ કારણથી નિષ્ણાતોએ આ બીમારીની સરખામણી મંકીપોક્સ અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા સાથે કરી છે. આ તાવ વાયરલ ઇન્ફેક્શન છે. આ તાવનો પહેલો કેસ 6 મે 2022 ના કેરળમાં આવ્યો હતો. શરીર પર લાલ રંગના દાણા આવવાના કારણે આ તાવનું નામ ટોમેટો ફીવર રાખવામાં આવ્યું છે. તેનાથી સંક્રમિત થવા પર બાળકોને ભારે તાવ, શરીરમાં પાણી ઘટવું અને સાંધામાં દુખાવો થયા છે.


શનિ પ્રકોપથી બચવા માટે આટલું રાખો ધ્યાન, આ 6 આદતવાળા લોકોને ક્યારેય નહીં થાય તકલીફ


આ છે તાવના લક્ષણ?
તાવ આવવા પર શરીરમાં પાણી ઘટવા લાગે છે, ત્વચા પર લાલ નિશાન અને ખંજવાળ આવે છે. આ ઉપરાંત શરૂઆતી લક્ષણમાં ભારે તાવ, સાંધામાં દુખાવો, પેટમાં ખેંચાણ અને દુખાવો, ગભરામણ, ઉલટી, ઉધરસ, છીંક પણ આવી શકે છે. આ તાવ વાયરસના કારણે થયા છે અને પુખ્ત વયના લોકોમાં આ વાયરસ સામે લડવાની ક્ષમતા હોય છે.


ઇન્ટરનેશનલ ગેંગનું દેશમાં મોટું ષડયંત્ર, પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ચોંકાવનારો ખુલાસો


કયા રાજ્યમાં ફેલાયો વાયરસ?
સૌથી પહેલા આ વાયરસનો કેસ કેરળમાં મળ્યો હતો. હાલમાં કેરળના અંચલ, અર્યાંકવુ અને નેદુવાથૂરમાં કેસ આવ્યા બાદ તમિલનાડુ અને કર્ણાટક સરકારને એલર્ટ કર્યા છે. લેન્સેટની રિપોર્ટ અનુસાર, ભુવનેશ્વરમાં 26 બાળકો સંક્રમિત હોવાની જાણકારી મળી છે. 20 ઓગસ્ટ 2022 સુધી કેરળ, તામિલનાડુ અને ઓડિશામાં આ વાયરસ ફેલાવવાના સમાચાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube