Pakistan Gang: ઇન્ટરનેશનલ ગેંગનું દેશમાં મોટું ષડયંત્ર, પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ચોંકાવનારો ખુલાસો
Pakistan Gang: પોલીસે સોહનાના એક પ્રોપર્ટી ડીલરની ફરિયાદ પર કાર્યવાહી કરતાં આ દુષ્ટ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પીડિતે પોલીસને જણાવ્યું કે તેણે ઘણા વોટ્સએપ વીડિયો અને ઓડિયો કોલ કર્યા હતા.
Trending Photos
Pakistan Gang Busted: ગુરૂગ્રામ પોલીસે પાકિસ્તાન તેમજ દુબઇથી ધમકી આપી ગેરવસૂલીના ચોંકાવનારા મામલે ખુલાસો કર્યો છે. પાકિસ્તાનમાં બેસી તેમના આકાઓની મદદથી હરિયાણા અને ઘણા અન્ય ભાગમાં આરોપી લોકોને બ્લેકમેલ કરી રહ્યા હતા. આરોપી પીડિતને વીડિયો કોલ કરી ફાયરિંગની ફૂટેજ દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે આ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે સોહનાના એક પ્રોપર્ટી ડીલરની ફરિયાદના આધારે પોલીસે આ લુખ્ખા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને, ઘણી વખત વોટ્સએપ વીડિયો અને ઓડિયો કોલ આવ્યા હતા. ફોન કરનારે ગેંગસ્ટરનું નામ લઇને ધમકી આપી હતી અને 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. જો નહીં આપો તો ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આરોપીએ વીડિયો કોલ કર્યો અને એક વ્યક્તિ જંગલ જેવી જગ્યાએ ફાયરિંગ કરતો જોવા મળ્યો.
ગુરૂગ્રામ પોલીસ ટીમે ધમકી આપનાર તેમજ તેના સાથીની ઓળખ કરી. પોલીસે મેળવેલી જાણકારીઓના આધાર પર ચાર આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓની ઓળખ રિતિક (19 વર્ષ), ગુલશન (20 વર્ષ), બંટી કુમાર (24 વર્ષ) તેમજ સંદીપ ઉર્ફે સેન્ડી (20 વર્ષ) તરીકે કરી છે.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 6 દિવસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 99 ATM કાર્ડ, 62 સિમકાર્ડ, 23 મોબાઈલ ફોન તેમજ 1 બેંક પાસબુક જપ્ત કરી છે. આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે ATM કાર્ડ તેમજ સિમ કાર્ડ તેમના દ્વારા ખરીદવામાં આવ્યા છે. ફરિયાદકર્તાને જે બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવાના હતા તે, બેંક એકાઉન્ટ પણ તેમણે બિહારના એક વ્યક્તિને 25 હજાર રૂપિયા આપી ખરીદ્યું હતું. આરોપીઓએ મોબાઈલ ફોન ઇન્ટરનેટ બેંકિંગ માટે ખરીદ્યા હતા.
તેમના સાથી પાકિસ્તાન તેમજ દુબઈમાં બેસી કોઈ બિઝનેસમેન અને આર્થિક રીતે સક્ષમ વ્યક્તિઓને તેમના અન્ય સાથિયોના માધ્યમથી ટાર્ગેટ કરતા હતા. પાકિસ્તાનના ફોન નંબરથી તેમને ધમકી આપી બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આરોપીઓ દ્વારા ટ્રાન્સફર રકમ દુબઇના રસ્તે પાકિસ્તાન પહોંચતી હતી. આરોપી આ ઘટનાઓને છેલ્લા ત્રણ મહિનાથી અંજામ આપી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે