જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. હરિઓમ મીણા નામના ભણેલા-ગણેલા યુવકના લગ્ન બે બહેનોની સાથે જે રીતે થયા તેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. ખાસ વાત છે કે આ લગ્નની કંકોત્રી પણ છાપવામાં આવી અને બધાને મોકલવામાં આવી. સાથે હરિઓમનો પરિવાર, મિત્ર અને સમાજના લોકો આ અનોખા લગ્નમાં સામેલ પણ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ઉનિયારા ઉપખંડના મોરઝાલાની ઝોપડિયાં ગામનો આ મામલો છે. અહીં રહેતા હરિઓમે જણાવ્યુ કે પરિવારના લોકો તેના લગ્ન માટે કોઈ યુવતી શોધી રહ્યાં હતા. આ ગરમિયાન સીદડા ગામના નિવાસી બાબૂલાલ મીણાની મોટી પુત્રી કાંતા સાથે લગ્નની વાત ચાલી. 


ત્યારબાદ યુવકનો પરિવાર જ્યારે સીદડા ગયો તો યુવતી કાંતાએ પોતાના દિલની વાત રાખતા કહ્યું કે તે પોતાની નાની અને માનસિક રૂપથી નબળી બહેન સુમનને ખુબ પ્રેમ કરે છે. તે એવા યુવક સાથે લગ્ન કરશે જે બંને બહેનો સાથે એક સાથે લગ્ન કરશે. 


આ પણ વાંચોઃ સાસુની ચામાં બેહોશીની દવા ભેળવીને જમાઈએ કર્યો બળાત્કાર, અશ્લીલ ફોટા વાયરલ કર્યા


શરત સાંભળીને બધા ચોંકી ગયા
હરિઓમ અનુસાર એકવાર તો તેના પરિવારજનો આ શરત સાંભળીને ચોંકી ગયા. પરંતુ જ્યારે કાંતાએ કહ્યું કે તે નાની બહેન સુમનની દેખરેખ જિંદગીભર કરવા ઈચ્છે છે તો તેને બંને બહેનોના અતૂટ પ્રેમનો અનુભવ થઈ ગયો. પછી યુવકના પરિવારજનોએ આ લગ્ન માટે હા પાડી દીધી. 


કંકોત્રી છાપવામાં આવી
5 મેએ સંપન્ન થયેલા આ લગ્ન સમારોહનું આયોજન ધૂમધામથી કરવામાં આવ્યું હતું. કંકોત્રી છાપીને પરિવારજનો અને મિત્રોને મોકલવામાં આવી હતી. યુવકે બંને બહેનો સાથે સાત ફેરા લીધા હતા. બંનેના પરિવારજનોએ પરંપરા પ્રમાણે તમામ વિધિ કરી હતી. 


કાંતા B.Ed પાસ, જ્યારે સુમન 8 ધોરણ ભણેલી છે
હરિઓમે જણાવ્યુ કે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે તેની પત્ની કાંતા ઉર્દીમાં બીએડ કરેલી છે. કાંતાની નાની બહેન એટલે કે હરિઓમની બીજી પત્ની સુમન માનસિક રૂપથી નબળી હોવાને કારણે ધોરણ 8 સુધી ભણેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube