નવી દિલ્હી: કોરોના મહામારી અંગે કેન્દ્ર સરકારના પ્રયત્નોની આલોચના કરવા માટે કરવામાં આવેલા ટૂલકીટ કેસ (Toolkit Case) પર ભાજપના નેતાઓ ટ્વીટ કરી સવાલ ઉઠાવી રહ્યા છે. ટ્વિટરે તેના ટ્વીટ્સ પર 'મેનીપ્યુલેટેડ મીડિયા'ને ટેગ કર્યા છે. પોતાનો વાંધો વ્યક્ત કરતાં કેન્દ્રએ ટ્વિટરને (Twitter) આ ટેગ હટાવવા જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મેનીપ્યુલેટેડ મીડિયા'ને ટેગ કરશો નહીં'
સરકારે 'ટૂલકીટ' (Toolkit Case) મુદ્દે ભાજપ નેતાઓના ટ્વીટને 'વિકૃત રીતે રજૂ કરવામાં આવેલા મીડિયા' ટેગને લઈને ટ્વિટર પર વાંધો ઉઠાવ્યો છે. સરકારે ટ્વિટરને કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં તેમણે 'ટૂલકિટ' કેસમાં ભાજપ નેતાઓના ટ્વીટને 'મેનીપ્યુલેટેડ મીડિયા' તરીકે ટેગ ન કરવા જોઈએ.


આ પણ વાંચો:- કોરોના વાયરસનું ભવિષ્ય શું હશે? આ વિશે પણ આવી ગઈ સ્ટડી, એકવાર વાંચી લો


પુરાવાના આધારે કરવામાં આવશે તપાસ
કેન્દ્ર સરકારે કહ્યું કે આ ટૂલકીટ કેસ (Toolkit Case) તપાસ માટે કાયદા અમલીકરણ એજન્સીઓ સમક્ષ વિચારણા હેઠળ છે. આ કેસની તપાસ ટ્વિટરના આધારે નહીં પણ તથ્યો અને પુરાવાના આધારે કરવામાં આવશે.


આ પણ વાંચો:- આ દિવસે જોવા મળશે 2021 નું પહેલું ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિના થશે ઘન લાભ


તપાસમાં દખલ ન કરે ટ્વિટર
કેન્દ્ર સરકારે ટ્વિટર ભારતને (Twitter) આ તપાસ પ્રક્રિયામાં દખલ ન કરવા જણાવ્યું હતું. સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે હજી તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ટ્વિટર દ્વારા આવી કોઈપણ કાર્યવાહી આ કેસની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશે. સરકારે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે ટ્વિટર પોતાનો ચુકાદો આપી શકશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube