નવી દિલ્હીઃ ટૂલકિટ મામલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ગુરૂગ્રામ સ્થિત ટ્વિટર ઈન્ડિયાની ઓફિસે પહોંચી છે. ટીમના અધિકારીઓએ ટૂલકિટ મામલામાં ટ્વિટરની ઓફિસોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હીના લાડોસરાય અને ગુરૂગ્રામ સ્થિત ઓફિસોમાં ચાલી રહ્યાં છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ટૂલકિટના માધ્યમથી મોદી સરકારની આલોચના કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે આ ટૂલકિટના ડોક્યુમેન્ટ્સને નકલી ગણાવતા દિલ્હી અને છત્તીસગઢમાં પોલીસ કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ ટ્વિટરે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા ટૂલકિટને લઈને કરેલા ટ્વીટને મેન્યુપુલેટેડ મીડિયા ગણાવતા તેનું ટેગ લગાવી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી અને ગુરૂગ્રામ ઓફિસોમાં દરોડા પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આજે ટ્વિટર ઈન્ડિયાને મેન્યુપુલેટેડ મીડિયાને લઈને નોટિસ ફટકારી હતી. નોટિસમાં ટ્વિટર પાસે સંબિતના ટ્વીટને મેન્યુપુલેટેડ મીડિયા જણાવવાની પાછળનું કારણ પૂછ્યુ હતુ. તો ટ્વીટને મેન્યુપુલેટેડ જણાવ્યા બાદ કેન્દ્ર સરકારે પણ વિરોધ નોંધાવ્યો હતો. સરકારે હાલમાં જ ટ્વિટરને કહ્યું હતું કે તે આ ટેગ હટાવે કારણ કે મામલો કાયદાકીય એજન્સીઓ સમક્ષ પેન્ડિંગ છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું કે, સોશિયલ મીડિયા મંચ નિર્ણય ન આવી શકે તે પણ ત્યારે તપાસ ચાલી રહી હોય. સરકારે ટ્વિટરને તપાસ પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરવાનું કહ્યું હતું. 


આ પણ વાંચોઃ એલોપથી VS આયુર્વેદઃ દિલગીરી વ્યક્ત કર્યા બાદ બાબા રામદેવે IMA અને ફાર્મા કંપનીઓને પૂછ્યા 25 સવાલ  


ટૂલકિટ મામલામાં છત્તીસગઢના પૂર્વ સીએમનું નિવેદન નોંધાયુ
ટૂલકિટ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આ સિલસિલામાં સોમવારે પોલીસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહનું નિવેદન નોંધ્યુ છે. રાજધાની રાયપુરમાં સવારે સવારથી રાજકીય ઘટનાક્રમમાં ભાજપના નેતાઓએ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રમણ સિંહની ધરપકડને લઈને પ્રદર્શન પણ કર્યુ હતું. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube