એલોપથી VS આયુર્વેદઃ દિલગીરી વ્યક્ત કર્યા બાદ બાબા રામદેવે IMA અને ફાર્મા કંપનીઓને પૂછ્યા 25 સવાલ

બાબા રામદેવે એલોપથી પર આપેલા નિવેદન બાદ દેશભરમાં તેમનો વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ રામદેવે ડો. હર્ષવર્ધનના પત્ર પછી દિલગીરી વ્યક્ત કરી હતી. પરંતુ આજે બાબા રામદેવે ફરી એક ટ્વીટ કરી 25 સવાલો પૂછ્યા છે. 
 

એલોપથી VS આયુર્વેદઃ દિલગીરી વ્યક્ત કર્યા બાદ બાબા રામદેવે IMA અને ફાર્મા કંપનીઓને પૂછ્યા 25 સવાલ

નવી દિલ્હીઃ એલોપથીને લઈને વિવાદિત નિવેદન પરત લીધા બાદ બાબા રામદેવે એકવાર ફરી ચિકિત્સા પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. બાબા રામદેવે સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને ફાર્મા કંપનીઓને ખુલ્લો પત્ર લખી 25 સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું કે, એલોપથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછી એલોપથીના ડોક્ટર તો બીમાર ન પડવા જોઈએ. બાબા રામદેવે બીપી, ટાઇપ-1, ટાઇપ-2 ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી ઘણી બીમારીઓને લઈને સવાલ પૂછ્યા કે શું તેમની પાસે કોઈ સ્થાયી સમાધાન છે. 

બાબા રામદેવે પૂછ્યુ કે એલોપથીની પાસે ફૈટી લિવર, લીવર સિરોસિસ, હેપટાઇટિસને ક્યોર કરનાર મેડિસિન છે શું? ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં હાર્ટના બ્લોકેજને રિવર્સ કરવાના ઉપાય શું છે, બાઈપાસ વગર, ઓપરેશન વગર અને એન્જિયોપ્લાસ્ટીનું સ્થાયી સમાધાન શું છે? શું ફાર્મા ઈન્ડસ્ટ્રી પાસે માથાના દુખાવા અને માઇગ્રેનનું કોઈ સ્થાયી સમાધાન છે? જેથી વારંવાર માથાનો દુખાવો અને માઇગ્રેન ન થાય. એક વખત દવા લે અને સ્થાયી માથાનો દુખાવો અને માઇગ્રેન બંધ થઈ જાય. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં આંખોના ચશ્મા ઉતારવાનું અને હીયરિંગ એડ હટી જાય, તેની કોઈ નિર્દોષ સારવાર જણાવી દે? પાયરિયા થવા પર, જેમ કે દાંત હલવાના બંધ થઈ જાય, પેઢા મજબૂત બનેસ એવી કોઈ નિર્દોષ દવા જણાવો? જેનાથી કરોડો લોકો દુખી છે. 

— स्वामी रामदेव (@yogrishiramdev) May 24, 2021

બાબા રામદેવે પૂછ્યુ કે એક વ્યક્તિનું ઓછામાં ઓછુ એક કિલો વજન ઓછુ થઈ જાય. સર્જરી કે બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસેક્શન વગર, કોઈ છેડછાડ વગર, દવાઓ ખાવ અને વજન ઘટી જાય એવી કોઈ દવા છે? સોરાયસિસ, સોરાયટિક, અર્થરાયટિસ અને સફેદ દાગનું કોઈ નિર્દોશ સ્થાયી સમાધાન જણાવો. એલોપથીની પાસે પાર્કિસનનું નિર્દોશ સમાધાન શું છે? સાઇડ ઇફેક્ટ રહિત કબજીયાત, ગેસ, એસિડિટીનું ફાર્મા કંપનીઓ પાસે સ્થાયી સમાધાન છે? 

અનિંદ્રા, લોકોને ઊંઘ આવતી નથી, કારણ કે તમારી દવા 4-6 કલાક અસર કરે છે, તે પણ સાઇડ ઇફેક્ટની સાથે, એલોપથીમાં તેનું કોઈ સ્થાયી સમાધાન છે? કોઈ સાઇડ ઇફેક્ટ વગર હિમોગ્લોબિન વધારવાની નિર્દોષ રીત જણાવી દો. વ્યક્તિના બધા ડ્રગ્સ એડિક્શન, નશો છૂટી જાય તેવી કોઈ દવા જણાવો. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કોરોના દર્દીઓ ઓક્સિજન સિલિન્ડર વગર ઓક્સિજન વધારવાનો કોઈ ઉપાય જણાવે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news