નવી દિલ્હી: ટૂલકિટ કેસ (Toolkit Case) માં દિશા રવિ અને ગ્રેટા થનબર્ગની નવી ચેટ સામે આવી છે. આ ચેટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટૂલકિટ અપલોડ કરાયા પછીની છે જો કે ત્યારબાદ ગ્રેટાએ ટૂલકિટ ડિલિટ કરી નાખી હતી. ગ્રેટા થનબર્ગે જે ટૂલકિટ લીક કરી હતી તે કેટલા મોટા ષડયંત્રનો ભાગ હતો તે ગ્રેટા અને દિશા રવિ વચ્ચે થયેલી ચેટથી ખબર પડે છે. જે નવી ચેટ સામે આવી છે તેમાં ગ્રેટા થનબર્ગ, દિશા રવિને પોતાનો ડર જણાવી રહી છે. આ ચેટ બરાબર રાતે 9:25 વાગ્યાથી શરૂ થાય છે. જાણો એ  બંને વચ્ચે શું વાતચીત થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટા-દિશાની નવી ચેટ


સમય- 9:25 PM
ગ્રેટા થનબર્ગ- તેને ઠીક કરવી ખુબ જરૂરી છે. મને તેના કારણે ખુબ સમસ્યા થશે. હવે આ મામલો ઘણો બગડી રહ્યો છે. 


સમય- 9:25 PM
દિશા રવિ- હું તમને મોકલી રહી છું. 


સમય- 9:35 PM
દિશા રવિ- ઓકે. શું એવું બની શકે કે તમે ટૂલકિટને ટ્વીટ ન કરો? આપણે થોડીવાર સુધી તેના પર ચૂપ રહેવું પડશે. હું વકીલો સાથે વાત કરવા જઈ રહી છું. તેમાં અમારા નામ લખેલા છે. તેના કારણે અમારે UAPA નો સામનો કરવો પડી શકે છે. 


PHOTOS: MPમાં ગોઝારો અકસ્માત, નિયમિત રૂટની જગ્યાએ અચાનક ડ્રાઈવર બસને બીજા રસ્તે લઈ ગયો....38ના મોત


સમય- 9:39 PM
દિશા રવિ- શું તમે ઠીક છો?


સમય-9:40 PM
ગ્રેટા થનબર્ગ- મારે કંઈક તો લખવું પડશે.


સમય- 9:40 PM
દિશા રવિ- શું તમે મને 5 મિનિટ આપી શકો છો? હું વકીલો સાથે વાત કરી રહી છું. 


સમય- 9:41 PM
ગ્રેટા થનબર્ગ- આ પ્રકારના નફરતી આંદોલન ઘણીવાર થાય છે, અને તે મોટા થઈ જાય છે. 


સમય- 9:41 PM
દિશા રવિ- શું તમે મને 5 મિનિટ આપી શકો છો? હું વકીલો સાથે વાત કરી રહી છું. 


સમય- 9:41 PM
દિશા રવિ- મને અફસોસ છે. આપણે એટલા માટે ગભરાઈ રહ્યા છીએ કારણ કે અહીં હાલાત બગડી રહ્યા છે. 


સમય- 9:41 PM
દિશા રવિ- અમારી કોશિશ રહેશે કે તમારા સુધી આંચ ન પહોંચે.


સમય- 9:41 PM
દિશા રવિ- હાલ આપણે સોશિયલ મીડિાયથી દૂર રહેવું જોઈએ.


Farmers Protest પર PM મોદીનું મહત્વનું નિવેદન, કહ્યું-ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે


ટૂલકિટ કેસમાં 10 મોટા ખુલાસા


1. શાંતનુ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં હાજર હતો.
2. શાંતનું 20-27 જાન્યુઆરી સુધી ટીકરી બોર્ડર પર હાજર હતો. 
3. દિશા રવિએ વોટ્સએપ પર 10 લોકોનું ગ્રુપ બનાવ્યું હતું. 
4. International farmar strike નામનું ગ્રુપ બનાવ્યું હતું.
5. ભારતમાં તોફાનો કરવાનું ISI નું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર.
6. પાકિસ્તાની દૂતાવાસોની ખાલિસ્તાની આતંકીઓ સાથે બેઠક. 
7. ષડયંજ્ઞમાં ભારતના કેટલાક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ સામેલ-સૂત્ર
8. ઝૂમ સાથે વોટ્સએપ ને દિલ્હી પોલીસનો પત્ર
9. ઝૂમને પોલીસે પૂછ્યું- 11 જાન્યુઆરીની મીટિંગમાં કોણ કોણ હતું?
10. ખેડૂત આંદોલનમાં થઈ રહેલા ફંડિંગની તપાસ કરશે દિલ્હી પોલીસ.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube