PHOTOS: ટ્રાફિક જામથી બચવા માટે ડ્રાઈવર બસ જોખમી રસ્તે લઈ ગયો...41 લોકોના મોત

એવી આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. 

સિધી: મધ્ય પ્રદેશના સિધીમાં આજે સવારે ભયાનક અકસ્માત થયો. સતના જઈ રહેલી મુસાફર બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં નહેરમાંથી 41 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 7 મુસાફરોનો બચાવ થયો છે. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. 

ડ્રાઈવરે પસંદ કર્યો શોર્ટકટ

1/4
image

પોલીસના જણાવ્યાં મુજબ ડ્રાઈવરે નિયમિત રૂટ પર જામ થતા ટ્રાફિકથી બચવા માટે શોર્ટ કટ રસ્તો પસંદ કર્યો. જે નહેર પાસેથી પસાર થાય છે. આ રસ્તો ખુબ સાંકડો અને જોખમવાળો છે. આમ છતાં ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને બસને આ રૂટ પરથી લઈ જવાનું નક્કી કર્યું. પરિણામે બસનું સંતુલન બગડ્યું અને તે બાાણસાગર નહેરમાં ખાબકી.  

32 મુસાફરોની ક્ષમતા

2/4
image

પોલીસે જણાવ્યું કે બસમાં 32 લોકો જ બેસી શકે તેટલી ક્ષમતા હતી. પરંતુ આમ છતાં 60 મુસાફરો બેસાડવામાં આવ્યા. સિધીથી નીકળ્યા બાદ છુટિયા ઘાટીથી થઈને આ બસ સતના જવાની હતી. ઝાંસી-રાંચી સ્ટેટ હાઈવેના રસ્તા ખરાબ અને અધૂરા છે. આ કારણસર અહીં ખુબ ટ્રાફિક જામ થાય છે. ડ્રાઈવરે આ જ કારણે રસ્તો બદલી નાખ્યો.(તસવીર-ANI)

મૃતકોના પરિજનોને 5 લાખનું વળતર

3/4
image

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની બસ નંબર MP 19P 1882 સિધીથી સતના તરફ જઈ રહી હતી. કમલેશ્વર સિંહ બસના માલિક છે. બસની ફિટનેસ 2 મે 2021 સુધી અને પરમિટ 12 મે 2025 સુધીની છે. (તસવીર-ANI)

આ અગાઉ પણ થઈ ચૂક્યા છે ભીષણ અકસ્માત

4/4
image

સિધી-સતનાના આ માર્ગ પર અત્યાર સુધીમાં 3 મોટા અકસ્માત થઈ ચૂક્યા છે. પહેલો અકસ્માત 1988માં થયો હતો. જ્યારે લિલજી બંધમાં બસ ખાબકી હતી. આ અકસ્માતમાં 88 મુસાફરોના મોત થયા હતા. ત્યારબાદ બીજો અકસ્માત 18 નવેમ્બર 2006ના રોજ થયો હતો જ્યારે મુસાફરો ભરેલી બસ ગોવિંદગઢ તળાવમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 68 મુસાફરોના મોત થયા હતા. સવાલ એ ઊભા થાય છે કે આખરે આ રસ્તો જો આટલો જોખમભર્યો છે તેનો ડ્રાઈવરને અંદાજો તો, પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે તો ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં કેમ મૂક્યા? આ સાથે જ પ્રશાસન આવા રૂટ પર ભારે વાહનોને પ્રવેશ કેમ આપે છે.