Prathyusha Garimella Dies: જાણીતી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનરનું નિધન, શંકાસ્પદ સ્થિતિમાં બાથરૂમમાં મળી લાશ
Prathyusha Garimella Dies: 35 વર્ષની જાણીતી ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલાનું નિધન થઈ ગયું છે. તેનો મૃતદેહ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો છે.
નવી દિલ્હીઃ જાણીતી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલાનું નિધન થઈ ગયું છે. આ સમાચારથી ફેશન જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તે હૈદરાબાદમાં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી છે. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે પ્રત્યુષા શનિવારે બન્જારા હિલ્સમાં સ્થિત પોતાના ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત મળી છે.
ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા બન્જારા હિલ્સ વિસ્તારના ફિલ્મ નગરમાં રહેતી હતી. એએનઆઈ પ્રમાણે પ્રત્યુષાના બેડરૂમમાંથી કાર્બન મોનોઓક્સાઇડ મળી આવ્યો છે. પોલીસે તેને શંકાસ્પદ મોત માનતા કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ચોંકી ગયા છે.
આ પણ વાંચોઃ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ પર કોંગ્રેસની કાર્યવાહી, પાર્ટીના તમામ પદેથી હટાવવામાં આવ્યા
ફેશન ડિઝાઇનરના મોતના સમાચાર પોલીસને સિક્યોરિટી ગાર્ડ આપ્યા છે. સામે આવેલી જાણકારી અનુસાર શનિવારે બપોરે સિક્યોરિટી ગાર્ડને સૌથી પહેલાં કંઈ થવાની આશંકા ગઈ. જ્યારે ગાર્ડે ફેશન ડિઝાઇનરના ઘરમાંથી કોઈ જવાબ ન મળ્યો તો તેણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તેના ઘરનો દરવાજો તોડ્યો હતો. પોલીસે તપાસ કરી ત્યારે પ્રત્યુષાનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે પ્રત્યુષાનું નામ દેશના સૌથી જાણીતા ફેશન ડિઝાઇનર્સમાં સામેલ છે. તે ખુદ એક ફેશન બ્રાન્ડ ચલાવતી હતી. તેનું બ્રાન્ડનું નામ પ્રત્યુષા ગરિમેલા છે. તેના સ્ટોર્સ હૈદરાબાદ અને મુંબઈમાં પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખુબ જાણીતી હતી. તેના ઈન્ડિયન આઉટફિટ્સને લોકો ખુબ પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube