મુંબઈ: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ જૂહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરતા એક ટોપ મોડલ અને એક જાણીતી ટીવી અભિનેત્રીની ધરપકડ કરી છે. આ બંને યુવતીઓ બે કલાક માટે બે લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વગદારોમાં હડકંપ મચ્યો
હાઈ પ્રોફાઈલ મામલો હોવાના કારણે બધાની નજર તેના પર હતી. હકીકતમાં અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા બાદ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો આ મોટો મામલો હતો. આથી આ મામલે ભાળ મળતા જ મુંબઈના કેટલાક વગદારો અને ઈશાના પરિચિતોમાં હડકંપ મચી ગયો હશે. જો કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડલ અને અભિનેત્રીની ધરપકડન દેખાડતા તેને રેસ્ક્યૂ ગણાવ્યું છે. 


ફાઈવ સ્ટાર હોટલ હતી દેહ વેપારનો અડ્ડો
પોલીસને ટીપ મળી હતી કે ઈશા ખાન ઘણા સમયથી મુંબઈની એક જાણીતી હોટલમાં સેક્સ રેકેટ  ચલાવી રહી છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ખાસ ટીમ બનાવવામાં આવી. ક્રાઈમ બ્રાન્ચના ઓફિસરે પોતે નકલી ગ્રાહક બનીને ઈશા ખાનનો સંપર્ક કર્યો. ત્યારબાદ ઈશાએ અનેક ફોટા મોકલ્યા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ 2 યુવતીઓના ફોટા સિલેક્ટ કર્યા. જેમાંથી એક અનેક જાહેરાતો (એડ ફિલ્મ્સમાં કામ કરે છે) અને બીજી અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. 


PHOTOS: Taliban વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા નાગરિકો, હાથમાં અફઘાન ઝંડો લઈને કર્યા દેખાવો


પૂછપરછમાં મોટો ખુલાસો
મોડલ અને ટીવી અભિનેત્રીએ જણાવ્યું કે કોરોનાના કારણે લાગેલા લોકડાઉનના કારણે જાહેરાતો અને ટીવી સિરિયલ્સના શુટિંગ બંધ હતા. પૈસાની અછત સર્જાઈ અને આથી તેઓ આ ધંધામાં આવી ગયા. 
(એએનઆઈ આઉટપુટ સાથે)