PHOTOS: Taliban વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા નાગરિકો, હાથમાં અફઘાન ઝંડો લઈને કર્યા દેખાવો
એકબાજુ જ્યાં તાલિબાનના ડરથી હજારોની સંખ્યામાં લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પહોંચી રહ્યા છે ત્યાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. લોકોને લાગે છે કે નરક જેવી જિંદગી જીવવા કરતા તો સારુ છે આઝાદીની લડતમાં મરી જવું.
એકબાજુ જ્યાં તાલિબાનના ડરથી હજારોની સંખ્યામાં લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પહોંચી રહ્યા છે ત્યાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. લોકોને લાગે છે કે નરક જેવી જિંદગી જીવવા કરતા તો સારુ છે આઝાદીની લડતમાં મરી જવું. 19 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે દેશના અલગ અલગ હિસ્સામાં જનતા રાષ્ટ્રીય ધ્વજ લઈને રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતરી પડી. જો કે આ દરમિયાન થયેલા ફાયરિંગમાં અનેક લોકોના જીવ ગયા પરંતુ તાલિબાન વિરુદ્ધ અવાજ બુલંદ કરનારા લોકોનો જુસ્સો ઓછો થયો નથી.
પ્રદર્શનમાં મહિલાઓ સૌથી આગળ
કાબુલ એરપોર્ટ પાસે ગુરુવારે મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું અને તાલિબાન વિરોધી નારા લગાવ્યા. આ દરમિયાન તાલિબાની આતંકીઓ દ્વારા દેખાવકારોને હટાવવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું. ખોસ્ત પ્રાંતમાં નાગરિકોના પ્રદર્શન બાદ તાલિબાને 24 કલાકનો કરફ્યૂ લગાવ્યો છે. તાલિબાન વિરુદ્ધ અવાજ બુલંદ કરનારામાં સૌથી આગળ મહિલાઓ છે. જે ક્રુર શાસનથી આઝાદી માંગી રહી છે. (તસવીર- રોયટર્સ)
તાલિબાને ભીડ પર ફાયરિંગ કર્યું
અફઘાનિસ્તાનના Asadabad માં સ્વતંત્રતા દિવસ રેલીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા પર તાલિબાનના આતંકીઓએ ભીડ પર ફાયરિંગ કર્યું. જેમાં અનેક લોકોના મોત થયા. ધ ગાર્જિયનના રિપોર્ટમાં કહેવાયું કે જેવી ગોળીઓ ચાલી કે લોકો દહેશતમાં આવી ગયા અને ભાગદોડ મચી. આ અગાઉ પણ તાલિબાને ગોળી મારીને કેટલાક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. (તસવીર-રોયટર્સ)
ચૂપ નહીં બેસે અફઘાન નાગરિકો?
આ અગાઉ 17 ઓગસ્ટના રોજ કાબુલમાં પણ મહિલાઓએ તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પહેલા કાબુલ, ત્યારબાદ અસદાબાદ અને પછી અનેક અન્ય શહેરોમાં પ્રદર્શન દર્શાવે છે કે અફઘાનના લોકો તાલિબાનના શાસન વિરુદ્ધ ચૂપ રહેવાના મૂડમાં નથી. અસદાબાદમાં સ્વતંત્રતા દિવસે એક મોટું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. જેમાં સફેદ તાલિબાનના ઝંડા ફાડવામાં આવ્યા. (તસવીર-રોયટર્સ)
અમારો ઝંડો, અમારી ઓળખ, નારા લાગ્યા
મહિલાઓ સહિત સેંકડો પ્રદર્શનકારીઓએ કાબુલમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા અને અમારો ઝંડો, અમારી ઓળખના નારા લગાવ્યા. આ બધા વચ્ચે તાલિબાની આતંકીઓએ ભીડને વેરવિખેર કરવાના પ્રયત્નમાં કેટલાક પ્રદર્શનકારીઓને ઘેરી લીધા અને હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. (તસવીર- રોયટર્સ)
વચન આપી ફરી ગયું તાલિબાન
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને પ્રેસ કોન્ફરન્સ કરીને વચન આપ્યું હતું કે તે લોકોને આઝાદી આપશે અને કોઈ પણ નુકસાન પહોંચાડશે નહીં. પરંતુ અસલિયત કઈ અલગ છે. અલગ અલગ વિસ્તારોથી તાલિબાનના અત્યાચારના રિપોર્ટ આવી રહ્યા છે. લોકોના ઘરોમાં ઘૂસીને મારવામાં આવી રહ્યા છે. હાલમાં જ કાર ચોરીના શકમાં એક વ્યક્તિના ચહેરા પર ડામર લગાવીને આખા શહેરમાં ફેરવવામાં આવ્યો અને મહિલાઓની મારપીટ પણ કરાઈ.
Trending Photos