નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 29 હજારને પાર થઇ ગઇ છે. આ સંખ્યા હવે વધીને હવે 29435 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 62 લોકોના મોત આ કોરોના સંક્રમણના લીધે થયા છે. હાલ દેશમાં 21632 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગત 24 કલાકમાં 1543 નવા કેસ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 23.3% થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક જોઇન્ટ પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ અગ્રવાલે કહ્યું કે ''17 જિલ્લાઓમાં ગત 28 દિવસથી કોરોના સંક્રમણનો કોઇ નવો કેસ સામે આવ્યો નથી. કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે સરકારે દિશા નિર્દેશ આપ્યા છે. એવા રોગીઓને આરોગ્ય સેતૂ ડાઉનલોડ કરવી અને ફોન ડેટા હંમેશા ઓન રાખવો અનિવાર્ય છે. સામાન્ય લક્ષણવાળા દર્દી ઘરમાં રહી શકે છે. ઘરના અન્ય લોકોથી દૂર રહે. દર્દી સતત મેડલ અધિકારી અને હોસ્પિટલના સંપર્કમાં રહે. ડોક્ટર સાથે પરામર્શથી હાઇડ્રોક્સીક્લોરોક્વીન લઇ શકે છે.''


સ્વાસ્થ્ય મંત્રાલયે પ્લાઝમા થેરોપીને લઇને કહ્યું કે આ થેરોપી કોરોનાની પ્રામાણિક સારવાર નથી. ફક્ત એક ટ્રાયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે. ICMR એક દેશવ્યાપી રિસર્ચ કરી રહી છે. એટલા માટે જ્યાં સુધી ICMRનું અંતિમ રિસર્ચ સામે આવતું નથી, ત્યાં સુધી તેને પ્રામાણિક ન સમજી શકાય. તેમણે કહ્યું કે પ્લાઝ્મા થેરોપીનો યોગ્ય ઉપયોગ ન થતાં દર્દીનો જીવ જઇ શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર