સોશિયલ ગેધરિંગ પર પ્રતિબંધ યથાવત, લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકો જ થઇ શકે છે સામેલ
લોકડાઉન (Lockdown)માં આપવામાં આવેલી ઢીલના લીધે દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણની ગતિ ઝડપથી વધી છે. ગત 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)માં આપવામાં આવેલી ઢીલના લીધે દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણની ગતિ ઝડપથી વધી છે. ગત 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે અને સૌથી વધુ મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવે આ જાણકારી આપી.
રાહતની વાત એ છે કે ગત 24 કલાકમાં 1020 લોકો સાજા થયા છે અને રિકવરી રેટ વધીને 27.40 ટકા થઇ ગયો છે. દેશમાં આ મહમારીથી અત્યાર સુધી 1568 લોકોના મોત થયા છે. 12726 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46433 થઇ ગઇ છે.
લવ અગ્રવાલે કહ્યું હતું કે ''આજે જીઓએમની મીટીંગમાં ઇંફ્રાસ્ટ્રક્ચર પર ખાર ભાર મુકવામાં આવ્યો છે. સમય પર કેસ સામે આવવા ખૂબ જરૂરી છે. આરોગ્ય સેતૂને વધુ પ્રોત્સાહન આપવામાં આવે. પીપીઇ કિટને કયા પ્રકારે ઉપયોગ કરો, તેના માટે અમે નવેસરથી ગાઇડલાઇન જાહેર કરી છે.''
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારતીય રેલવેમાં શ્રમિકો માટે અત્યાર સુધી 62 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે જેના દ્વારા 70000 મુસાફરોએ મુસાફરી કરી છે આજે વધુ 13 ટ્રેનો દોડાવવાની સંભાવના છે.
નેપાળ, કતર, મલેશિયા અને સાઉદી અરબ સહિત ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 7મે બાદ વિશેષ ચાર્ટર્ડ વિમાન મોકલવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારે એક અઠવાડિયાનો ફ્લાઇટ પ્લાન પણ તૈયાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યૂ માટે ગંગા ગિરીઈ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીયોની ઘર વાપસીનું આશ્વાન આપવામાં આવ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube