દિલ્હીમાં યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં લોકો સ્નાન કરવા મજબૂર

મંગળવાર પણ દિલ્હી-એનસીઆરના લોકો માટે કોઈ સારા સમાચાર લાવ્યો ન હતો કારણ કે વાયુ પ્રદૂષણ હજુ પણ આખા શહેરને ઘેરી લીધું છે.
નવી દિલ્હીઃ લોક આસ્થાના ચાર દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે... જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજધાની દિલ્લીમાં યમુના છઠ મહાપર્વના સમયે પણ બદહાલ છે... યમુનામાં એકબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે... તો બીજીબાજુ ઝેરી ફીણના થર દૂર-દૂર સુધી દ્રશ્યમાન થાય છે... ત્યારે આ ઝેરી ફીણની વચ્ચે છઠ મહાપર્વની ઉજવણી કઈ રીતે કરવી?... આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં...
આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે લોક આસ્થાના 4 દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે... તેમ છતાં દિલ્લી સરકાર તરફથી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં કેટલીક મહિલાઓ ગંદા પાણીમાં ડૂબકી લગાવવા મજબૂર છે.
મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્લીમાં 1000 છઠ પૂજાના ઘાટ બનાવવામાં આવી રહ્યા છે... જ્યાં તમામ સુવિધાઓ હશે.
આ પણ વાંચોઃ બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
દિલ્લી સરકારે દાવા તો મોટા-મોટા કર્યા પરંતુ હકીકત બિલકુલ અલગ જ છે... યમુના નદીને 2025 પહેલાં સ્વચ્છ કરવાનું કેજરીવાલનું સપનું પણ સપનું જ રહી જશે તેવું લાગે છે... કેમ કે યમુના નદી દિવસે ને દિવસે વધારે ઝેરી બની રહી છે... ત્યારે યમુના નદીની કેવી સ્થિતિ છે તે જાણવા માટે અમારા સંવાદદાતા પહોંચ્યા.
દિલ્લી સરકાર ઘાટ બનાવવાના દાવા કરી રહી છે... પરંતુ વાસ્તવિકતા તમારી સામે જ છે... યમુના નદીમાં પ્રદૂષણ અંગે વારંવાર વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે... પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી... જેના પગલે યમુના નદી રોજેરોજ પ્રદૂષિત થઈ રહી છે... અને લોકો આસ્થા માટે નદીમાં ડૂબકી લગાવીને પોતાના પર્વની ઉજવણી કરે છે... આશા રાખીએ કે આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલાં નદીને સાફ કરવાનું વચન આપશે...