નવી દિલ્હી: જો તમે તમારી કાર અથવા બાઇક લઇને ઘરેથી નિકળો છો અને રસ્તામાં કોઇ પોલીસકર્મી તમને રોકી લે છે તો તમે એકદમ ગભરાઇ જાવ છો, પરંતુ તેની જરૂર નથી. જોકે જો તમારે પેપર્સ છે તો પછી ડર કેવો. જો તમે કોઇ નિયમ નથી તોડી રહ્યા અને તમને એક રૂટિન ચેકિંગ માટે રોકવામાં આવે છે તો તમારે ફક્ત પેપરની બતાવવાની જરૂર છે. જો તમારી પાસે પેપર્સ યોગ્ય છે તો તમને કોઇ પરેશાની થવાની નથી. ચાલો અમે ટ્રાફિકના નિયમો સાથે જોડાયેલા કેટલાક નિયમોની જાણકારી આપીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ચાર ચાર બંગડી વાળી'ની ફેમ કલાકારનું સાચું નામ કિંજલ દવે નહી પણ...  


1. ટ્રાફિક પોલીસ પાસે કાર્યસ્થળ પર કોઇને સજા આપવા માટે તેમની પાસે ચલણ બુક અથવા ઇ-ચલણ મશીન હોવી જોઇએ. પોલીસ પાસે આમાંથી કંઇપણ ન હોય તો તે તમને સજા ન આપી શકે. 


2. જો તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે છે તો સૌથી પહેલાં તમારે તમારું રોકીને પોલીસ અધિકારીને તે બધા જરૂરી કાગળો બતાવવા જોઇએ તે તેમણે માંગ્યા છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે પોલીસને ફક્ત ડ્રાઇવિંગ બતાવી શકો છો. તમારો અંગત નિર્ણય રહેશે કે તમારે બધા જ કાગળો પોલીસને બતાવવા છે કે નહી. મોટર વ્હીકલ એક્ટ 130 હેઠળ આ સુવિધા ડ્રાઇવરને પુરી પાડવામાં આવે છે.

લવ સ્ટોરીમાં થઇ પતિની એંટ્રી, અને પત્નીએ ખેલ્યો ખેલ... 


3. તમને પોલીસ અથવા અન્ય કોઇસાથે બોલાચાલીમાં ન પડવું જોઇએ. જો કોઇ મામલે તમે ભૂલ કરી દીધી તો બસ આ વિશે પોલીસને જણાવો અને ત્યારબાદતે તમને જવા દેશે. 


4. રેડ લાઇડ તોડવા, ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરવું, વધુ સ્પીડમાં વાહન ચલાવવું પડશે, વાહનમાં ધૂમ્રપાન કરવું, નંબર પ્લેટને યોગ્ય રીતે ન રાખવી, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું, રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવું, વેલિડ વિમો અથવા વેલિડ પીયુસી ન રાખતાં તમારી વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે. 


5. પોલીસ દ્વારા કરવામાં આવેલી ગેરકાનૂની માંગમાં ક્યારેય પડશો નહી. ટ્રાફિક પોલીસને લાંચ આપવાનો પ્રયત્ન ન કરશો. જો કોઇ લાંચ માંગે તો તેનો બંકલ નંબર અને નામ નોંધી લો. જો પોલીસવાળા પોતાનો બંકલ નંબર ન પહેરે તો તેનું આઇડી કાર્ડ બતાવવા માટે કહો. જો તે પોતાનું આઇડી કાર્ડ બતાવવાનું ના પાડે તો તમે પણ તેને વાહનના કાગળ બતાવવાની ના પાડી શકો છો.


6. જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પરમિટ વિના વાહન ચલાવતાં પકડાઇ જાવ છો તો પોલીસ તમારું વાહન જપ્ત કરી શકે છે. રજિસ્ટ્રેશન વિનાનું વાહન ચલાવતાં પોલીસ તમારા વાહનને જપ્ત કરી શકે છે.