ઝી બ્યુરો/ઉત્તરાખંડ: ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. ગંગોત્રી તરફ આવી રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 ગુજરાતી મુસાફરોના મોત થયા છે. જ્યારે 19 મુસાફરોને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 32-33 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર


ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરે લગભગ 3:00 વાગ્યે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેસેન્જર બસમાં 35 મુસાફરો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ કરવામાં આવતા એસડીઆરએફે સ્થાનિક લોકોની મદદથી 19 ઘાયલ મુસાફરોને તરત જ બચાવી લીધા છે. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે, હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે. મુસાફર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.


કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, 6 મહિનાની સજા માફ


ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ, 108 સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક લોકોની મદદથી 27 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. પેસેન્જર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી ત્યારે પાસ અચાનક ખીણમાં પડી હતી. સદનસીબે, બસ રોડ નીચે ઉતરીને ઝાડમાં ફસાઈ હતી.


સગીરા પર દુષ્કર્મ: ગેનીબેને કહ્યું; બાળકી પર દુષ્કર્મ થયું તે ગેસ્ટહાઉસ અમરત માળી..'


ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે. તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.



ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.



ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.