નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને એક મકાનમાં સંતાયેલા આતંકીઓ વચ્ચેનું એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મારી નાખ્યા છે. મકાનમાંથી ત્રણથી ચાર આતંકીઓ હજી પણ સુરક્ષાદળ પર ગોળીબાર કરી રહ્યા છે અને સુરક્ષાદળના જવાનો પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મકાનની અંદર જે આતંકી છે એમાં જીતન નાઇકુ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકી જીતન નાઇકુ શોપિયાંના મેમંદર ગામનો રહેવાસી છે. તેણે બે મહિના પહેલાં જ આતંકવાદની દુનિયામાં પગ મૂક્યો હતો. મંગળવારે સવારે આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા અને તેમના માટે બચીને નીકળવાનું મુશ્કેલ થઈ ગયું હતું. પોતાનો અંત નજીક દેખાતા આતંકી જીતન નાઇકુએ તેના પિતા મોહમ્મદ ઇશાક નાઇકુને કોલ કર્યો અને જણાવ્યું કે સુરક્ષાદળોએ તેને ઘેરી લીધો છે. તેણે પિતાને કહ્યું કે હોઈ શકે કે આ તેનો છેલ્લો કોલ છે. આતંકી દીકરાની આ વાત સાંભળીને પિતાને હાર્ટએટેક આવી ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્વ્યા પણ ત્યાં તેનું મોત થઈ ગયું હતું. 


ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવાર સવારથી સુરક્ષાદળો તેમજ આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોને શંકા છે કે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના કુમદલાનમાં 5-6 આતંકીઓ સંતાયેલા છે જે મોટો એટેક કરી શકે છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...