Indian Army: સિક્કિમમાં ચીનની સરહદ પાસે બસ ખીણમાં ખાબકી, સેનાના 16 જવાન શહીદ
Indian Army: ઉત્તર સિક્કિમના ઝેમામાં એક રોડ અકસ્માતમાં સેનાના 16 જવાનો શહીદ થયા છે. એક વળાંક પરથી પસાર થતી વખતે સેનાની ટ્રક ઊંડી ખીણમાં ખાબકી. જેના કારણે આ અકસ્માત થયો. મળતી માહિતી મુજબ આ અકસ્માત લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે થયો. શુક્રવારે સવારે ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમમાં સેનાની ગાડી રસ્તા પરથી લપસીને ખીણમાં જઈ ખાબકી.
સિક્કિમમાં બસ ખાઈમાં ખાબકવાથી સેનાના 16 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે થયો. શુક્રવારે સવારે ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમમાં સેનાની ગાડી રસ્તા પરથી લપસીને ખીણમાં જઈ ખાબકી. આ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા. જ્યારે 4 જવાન ઘાયલ થયા છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ઘાયલોને ઉત્તરી બંગાળના એક સૈન્ય હોસ્પિટલમાં હવાઈ માર્ગથી લઈ જવાયા છે. દુર્ઘટના રાજ્યની રાજધાની ગંગટોકથી લગભગ 130 કિમીના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિમી દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે ઘટી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube