દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવા
જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
જમ્મુ-કાશ્મીરઃ દુનિયા નિહાળશે ભારતની ટેકનિકનું ઉત્તમ ઉદાહરણ... ટેકનિકની એવી કમાલ કે જે અત્યાર સુધી કોઈપણ દેશે જોઈ નથી... ભારત દેશ એક નવી ઉંચાઈને સ્પર્શ કરનારું છે... અને આ ઉંચાઈ એટલી વધારે છે કે જાણીતું એફિલ ટાવર પણ નાનો દેખાશે... જી,હા એફિલ ટાવરને નિહાળવા માટે હંમેશા લોકોની ભીડ રહે છે...પરંતુ હવે આ ભીડ ભારતમાં પણ જોવા મળશે... કેમ કે ભારતમાં તૈયાર થવાના આરે છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ...
વધારે સમય નથી થયો... જ્યારે ચીને વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો... ચીનની બૈપન નદી પર શુબાઈ રેલવે બ્રિજ છે... તેની ઊંચાઈ 275 મીટર છે... થોડાક દિવસ પહેલાં તે 275 મીટર ઊંચાઈ પર મનમાં ફૂલાઈ રહ્યું હતું... પરંતુ ભારતે એવો ફટકો માર્યો છે કે મોટા-મોટા દેશ પણ ગોથા ખાઈ ગયા છે...
ભારતમાં ચિનાબ નદી પર લગભગ તૈયાર થઈ ગયો છે રેલવે બ્રિજ... આ પુલની કુલ ઊંચાઈ 467 મીટર છે. નદી તળથી તેની ઊંચાઈ 359 મીટર છે. એક વિશ્વ રેકોર્ડ તરીકે તે આખી દુનિયામાં જાણીતો બનશે. તો જમ્મુ કાશ્મીર માટે તો આ એક વરદાન સાબિત થશે.
કટરાથી બનિહાલ રેલવે સુધીનો 111 કિલોમીટરનો ટ્રેક... આ રૂટનો 94 ટકા ભાગ ટનલ અને બ્રિજ નીચેથી પસાર થાય છે... લગભગ 27 ટનલવાળા આ રસ્તા ઉપર આ રેલવે બ્રિજ ઘણો મહત્વનો છે...
આ પણ વાંચોઃ ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
આ પુલની કુલ લંબાઈ 1.3 કિલોમીટર છે... તે કટરાના બક્કલ અને શ્રીનગરના કોડીને આ રેલવે બ્રિજ જોડશે... આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21 હજાર 653 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે... તેમાં 26 મોટા અને 11 નાના પુલ છે... 37 પુલની કુલ લંબાઈ 7 કિલોમીટર છે.
જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે... ત્યારે તેની વિશેષતાઓ પર નજર કરીએ તો....
દેશ અને વિદેશની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે...
હિમાલયન ઝોનમાં કામ કરવું મોટો પડકાર છે...
1400 કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે...
100 એન્જિનિયર્સ પ્રોજેક્ટમાં જોડાયેલા છે...
કટરા-બનિહાલની વચ્ચે 200 કિલોમીટરનો રસ્તો બનાવ્યો...
તેને બનાવવામાં 24 હજાર ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે..
આતંકી હુમલાથી પુલને કોઈ ડર નથી...
બોમ્બ બ્લાસ્ટમાં પણ સુરક્ષિત રહેશે...
8 રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપને સહન કરવાની ક્ષમતા છે...
265 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સામે અડીખમ રહેશે...
માઈનસ 25થી 50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકશે...
આ બ્રિજ બન્યા પછી કાશ્મીરને ચાર ચાંદ લાગવાના છે... અને હવે જ્યારે તે તૈયાર થવાના આરે આવ્યો છે... ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ તેની મુલાકાતે આવશે... એટલે ધરતી પરના સ્વર્ગને મળશે ટેકનિકની શાનદાર ભેટ... જે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરશે...