Kerala Trans Couple Baby: કેરલના ટ્રાન્સ કપલે આપ્યો બાળકને જન્મ, દેશમાં પ્રથમવાર બની આવી ઘટના!
Kerala Trans Couple Blessed With Baby: કેરલના ટ્રાન્સ કપલ ઝિયા અને ઝહાદના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. કપલે હાલમાં પ્રેગનેન્સીની તસવીરો શેર કરી હતી.
કોઝિકોડઃ Kerala Trans Couple Ziya Paval-Zahhad Blessed With Baby: કેરલમાં એક ટ્રાન્સ કપલે એક બાળકને જન્મ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. હાલમાં કોઝિકોડમાં રહેનાર ટ્રાન્સ કપલ ઝિયા અને ઝહાદે સોશિયલ મીડિયા પર પ્રેગનેન્સીની તસવીરો શેર કરી હતી.
બુધવાર (8 ફેબ્રુઆરી) એ બાળકનો જન્મ એક સરકારી હોસ્પિટલમાં થયો છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, ઝિયા પવલે જાણકારી આપી કે બાળકનો જન્મ સવારે સાડા નવ કલાકે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિઝેરિયન સેક્શનના માધ્યમથી થયો છે. જિયાએ જણાવ્યું કે બાળક અને તેનો પાર્ટનર ઝહાદ બંને સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે ડિલીવરી ઝહાદની થઈ છે. પરંતુ કપલે નવજાત શિશુની લૈંગિક ઓળખ જણાવવાનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું કે, હાલ તે જાહેર કરવા ઈચ્છતા નથી.
માતા-પિતા બનવાનું સપનું પૂરુ થયું
ઝિયાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા જાહેરાત કરી હતી કે ઝહાદ આઠ મહિનાથી પ્રેગનેન્ટ છે. જિયાએ એક ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું, 'અમે મા બનવાના મારા સપના અને પિતા બનવાના તેના સપનાને સાકાર કરવાના છીએ. આઠ મહિનાનું બાળક હવે (ઝહાદ) ના પેટમાં છે. અમને માહિતી મળી છે, તેના અુસાર આ ભારતની પ્રથમ ટ્રાન્સ પુરૂષની પ્રેગનેન્સી છે.'
આ પણ વાંચો- તુર્કીના ભૂકંપ વિશે આ વ્યક્તિએ પહેલા જ કરી હતી આગાહી, રોકી શકાયો હોત મોતનો તાંડવ, પણ
ઝિયા અને ઝહાદ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે, આ જાણકારી પણ પોસ્ટમાં આપવામાં આવી હતી. પરંતુ કપલ માર્ચમાં પોતાના બાળકની દુનિયામાં આવવાની આશા કરી રહ્યું હતું પરંતુ એક મહિના પહેલાં તેની ઈચ્છા પૂરી થઈ છે.
આખરે ટ્રાન્સ પુરૂષે કઈ રીતે આપ્યો બાળકને જન્મ?
હકીકતમાં સર્જરી દ્વારા કપલે જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. જન્મથી પુરૂષ ઝિયાએ સ્ત્રી બનવાનો નિર્ણય કર્યો હતો અને જન્મથી સ્ત્રી ઝદાહે પુરૂષ બનવાનું નક્કી કર્યું હતું. જેન્ડર ચેન્જ કરવાની સર્જરી થઈ હતી. રિપોર્ટ પ્રમાણે ઝદાહને પુરૂષ બનાવવાની સર્જરી દરમિયાન ગર્ભાશય અને કેટલાક વિશેષ અંગોને કાઢવામાં આવ્યા નહીં. આ કારણે ઝદાહે ગર્ભધારણ કર્યું હતું અને એક બાળકને જન્મ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube