નવી દિલ્હી: તહેવારની સીઝન શરૂ થઈ રહી છે. એવામાં લોકો બસ તેમજ ટ્રેનથી ટ્રાવેલ (Travel) કરી પોતાના ઘરે જશે. તો કેટલાક લોકો ઘણા સમયથી ઘરમાં બંધ રહેવાના કારણે ક્યાંક ફરવા જવાની તૈયારીમાં છે. જો કે, કોરોના (Coronavirus) કહેર હજી પણ ટળ્યો નથી અને તેથી કોરોનાથી બચીને યાત્રા કરવી જરૂરી છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરના મોટા ભાગના દેશોએ લોકડાઉન (Lockdown) લાગીવ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે, ત્રણ-ચાર મહિના સુધી આ લોકડાઉન બાદ મોટા ભાગની જગ્યાઓ પર લોકડાઉનને હટાવી દેવામાં આવ્યું છે. ભારતમાં 3 મહિના સુધી લોકડાઉનની સ્થિતિ રહી હતી. જ્યારે અનલોક ફેઝ (Unlock Phase) ચાલી રહ્યું છે. ત્યારે લોકોને યાત્રા કરવાની ઢીલ મળી ગઇ છે.


આ પણ વાંચો:- Indian Navyની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, લાંબા અંતરે પ્રહાર કરવામાં સક્ષમ


સ્વાસ્થયનું રાખો વધારે ધ્યાન
જો તમે કોઈ જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો કોરોનાના આ દોરમાં તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. ઠંડીની સીઝન શરૂ થઈ ગઇ છે. એવામાં શરદી-ખાંસી થવું સામન્ય વાત છે પરંતુ કોરોના કાળમાં તમારે તમારા સ્વાસ્થ્યનું પહેલાથી વધારે ધ્યાન રાખવાનું છે. તમે જે જગ્યાએ યાત્રા કરવા માટે જઈ રહ્યા છો, ત્યાં વિશે પહેલાથી જાણકારી મેળવી લો. તમે જ્યાં પણ જશો, તમારા માટે આ જાણવું ખુબજ જરૂરી છે કે ત્યાં કોરોનાની કેવી સ્થિતિ છે.


જો સ્થિતિ સમાન્ય છે તો તમે યાત્રા કરી શકો છો. જો કે, ત્યાંની સ્થિતિ ઠીક નથી અને કોરોના સંક્રમણ વધારે છે તો એવી જગ્યા પર જવાથી દૂર રહો.


આ પણ વાંચો:- આ શખ્સે ઘરની છત પર ઉભી કરી Scorpio, જાણો આનંદ મહિન્દ્રાએ શું કહ્યું


ડોક્ટર પાસેથી સલાહ લઈ દવાઓ લો
યાત્રા કરવાથી પહેલા કેટલીક જરૂરી વસ્તુઓ તમારી પાસે યાદ કરીને રાખો. કોવિડ-19 (COVID-19)ના આ દોરમાં તમારે એક્સ્ટ્રા માસ્ક (Mask) અને સેનિટાઈઝર (Sanitizer) રાખવાનું ના ભૂલો. જો તમે તમારી સાથે એક્સ્ટ્રા માસ્ક નહીં રાખો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાથે જ ફૂલ ફેસ કવર (Full Face Cover) પણ સાથે રાખવું એક સારો વિકલ્પ થઈ શકે છે.


આ પણ વાંચો:- દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી


જો તમે યાત્રા પર જઈ રહ્યાં છો તો તમારા ડોક્ટર પાસેથી સલાહ લઇ શરદી-ખાંસી અને તાવની દવાઓ જરૂરથી લઈ જાઓ. જો યાત્રા દરમિયાન તબિયત ખરાબ થાય છે તો તમારી પાસે દવાઓ ઉપલબ્ધ રહેશે. કોઇ જગ્યાએ દવા શોધવાની જરૂર નહીં પડે. રસ્તામાં કોઈપણ સ્થિતિ આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube