નવી દિલ્હીઃ Visit these UNESCO Sites in India: ભારતના ગુજરાતના પ્રાચીન શહેર ધોળાવીરાનું નામ બધાએ સાંભળ્યું હશે, જેનું કારણ હતું વિશ્વ ધરોહરની યાદીમાં તેનો સમાવેશ. શું તમે જાણો છો કે યુનેસ્કો દ્વારા ભારતની તમામ 40 હેરિટેજ સાઇટ્સને યાદીમાં સામેલ કરવામાં આવી છે. જો તમે ઐતિહાસિક પ્રવાસનું આયોજન કરવા માંગો છો, તો અમે તમને આ પાંચ સ્થળો વિશે જણાવીએ છીએ, જ્યાં તમને ન માત્ર ભારતની ઐતિહાસિક ધરોહર જોવા મળશે પરંતુ તેની સંસ્કૃતિ વિશે પણ ઘણું બધું જાણવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગણાનું રામપ્પા મંદિર
રૂદ્રેશ્વર, ભગવાન શિવના નામે દુનિયામાં પ્રસિદ્ધ આ મંદિર દક્ષિણ ભારતના તેલંગણામાં સ્થિત છે. તમે અહીં વારંગલ થઈને પહોંચી શકો છો. તે હૈદરાબાદથી કુલ 209 કિલોમીટર દૂર છે. આ મંદિર આજે ભલે એક નાના ગામમાં સ્થિત છે પરંતુ માન્યતા અનુસાર 13મી અને 14મી સદીના કાળમાં તેનો એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે, જેને સમજવા માટે તમારે જરૂર તેની મુલાકાત લેવી જોઈએ. 


મહારાષ્ટ્રની અજંતાની ગુફાઓ
વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવિષ્ટ આ ગુફાઓ લગભગ 29 રોક-કટ બૌદ્ધ સ્મારક ગુફાઓ છે જે 2જી સદી પૂર્વેની છે. આ ગુફાઓમાં તમને બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત ચિત્રો અને કારીગરીનાં અદ્ભુત ઉદાહરણો જોવા મળશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, આ તમામ બૌદ્ધ મંદિરો તે સમયે બૌદ્ધ આશ્રય હેઠળ બનાવવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલા છે આ 7 પ્રસિદ્ધ મંદિરો, ફરવા જાવ તો દર્શન જરૂર કરજો


બિહારમાં સ્થિત બોધગયા
બિહારના ગયા જિલ્લામાં સ્થિત બોધગયા નગરનું એક પોતાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. અહીં મહાત્મા બુદ્ધને બોધિ વૃક્ષની નીચે બેસી નિર્વાણ પ્રાપ્ત થયું હતું. તેને પિંડદાનની નગરી પણ કહેવામાં આવે છે, જ્યાં તમે તમારા પિતૃઓનું પિંડદાન કરી તેને મોક્ષ અપાવો છે. તેથી ત્યાં જઈને તમે એક પંથ બે કાજ કરી શકો છો. 


માઉન્ટેન રેલવે ઓફ ઈન્ડિયા
ભારતની આ પર્વતીય રેલવેએ સાંકડી-ગેજ રેલવે લાઇન છે જે ભારતીય પહાડીઓમાં બનાવવામાં આવી હતી જેથી કરીને લોકો દુર્ગમ મુસાફરીની સાથે મનોહર દૃશ્યોનો આનંદ માણી શકે. આ ત્રણ ટ્રેક દાર્જિલિંગ હિમાલયન રેલવે, નીલગીરી માઉન્ટેન રેલવે અને કાલકા-શિમલા રેલવે છે જેને "ભારતની પર્વતીય રેલવે" શ્રેણી સાથે સામૂહિક રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, માથેરાન હિલ રેલવે, પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ, તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવી છે.


રાજસ્થાનના પહાડી કિલ્લાઓ
રાજસ્થાનની પહાડીઓની આ શ્રેણી પોતાનામાં જ અદ્ભુત છે પરંતુ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં તેની હાજરી તેને વધુ ખાસ બનાવે છે. આ શ્રેણીમાં ચિત્તોડગઢનો ચિત્તોડગઢ કિલ્લો, કુંભલગઢનો કુંભલગઢ કિલ્લો, સવાઈ માધોપુરનો રણથંભોર કિલ્લો. ઝાલાવાડનો ગાગરૌન કિલ્લો, જયપુરનો આમેર કિલ્લો અને જેસલમેરનો જેસલમેર કિલ્લો સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube