પ.બંગાળ: તૃણમૂલે રાતોરાત કબ્રસ્તાનમાં પાર્ટી ઓફિસ ઊભી કરી નાખતા લોકો કાળઝાળ
પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર મોટો આરોપ લાગ્યો છે. પાર્ટી પર આરોપ છે કે તેણે પશ્ચિમ મિદનાપુરમાં રાતોરાત એક કબ્રસ્તાન પર જબરદસ્તીથી પાર્ટીની ઓફિસ બનાવી નાખી. તેના પગલે વિસ્તારના લોકોમાં ગુસ્સો છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર મોટો આરોપ લાગ્યો છે. પાર્ટી પર આરોપ છે કે તેણે પશ્ચિમ મિદનાપુરમાં રાતોરાત એક કબ્રસ્તાન પર જબરદસ્તીથી પાર્ટીની ઓફિસ બનાવી નાખી. તેના પગલે વિસ્તારના લોકોમાં ગુસ્સો છે. આ ઘટનાને લઈને મિદનાપુરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે અનેકવાર કહી ચૂક્યા છે કે કોઈ પણ પાર્ટી કબ્રસ્તાનની જગ્યા પર જબરદસ્તી કબ્જો જમાવીને પોતાની ઓફિસ બનાવી શકે નહીં. પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પોતાના જ લોકો મમતા બેનરજીના આદેશનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે.
રાફેલ વિવાદ: રાહુલ ગાંધી ખોટુ બોલે છે, શું તેઓ પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માંગે છે? રવિશંકર પ્રસાદ
મિદનાપુરના મુસલમાન સમુદાયના મિર્ઝા બજાર કબ્રસ્તાનની જગ્યા પર કબ્જો જમાવીને તૃણમૂલ પાર્ટીની ઓફિસ બનાવી દેવાઈ છે. કહેવાય છેકે દફનાવવા માટે પહોંચેલા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને જ કબ્રસ્તાન પાસે મેનેજમેન્ટ કમિટી દ્વારા એક વેઈટિંગ રૂમ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે એક ક્લબમાં ફેરવાઈ ગયો અને એવો પણ આરોપ છે કે દારૂ-જુગાર જેવા ગેરકાયદે કામો પણ થવા લાગ્યાં.
મોહલ્લાની બેઠક દરમિયાન એવો નિર્ણય લેવાયો કે આ રૂમને તોડીને દીવાલ ઊભી કરાશે અને રાતોરાત તે રૂમને લીલા રંગથી રંગીને તૃણમૂલ પાર્ટીએ પોતાની ઓફિસ બનાવી લીધી. આ અંગેનો આરોપ સ્થાનિક યુવા તૃણમૂલ અધ્યક્ષ મોર્શેદ ખાન વિરુદ્ધ જ લાગ્યા છે. હવે મિર્ઝા મોહલ્લા તરપથી આ સમગ્ર ઘટના અંગે લેખિતમાં ફરિયાદ જિલ્લા તૃણમૂલ અધયક્ષ અમિત મેઈતીને અપાઈ છે. જેમણે જલદી સમસ્યાનો ઉકેલ લાવવાનું કહ્યું છે.
દિગ્વિજયને એવું લાગે છે કે આતંકના પક્ષમાં બોલવાથી ભારતના મુસલમાનો ખુશ થશે: ઉમા ભારતી
આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના યુવા સભાપતિ મોર્શેદે દાવો કર્યો છે કે પાર્ટી ઓફિસ બનાવવાના આ મામલામાં જિલ્લા તૃણમૂલ અધ્યક્ષને બધી ખબર છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ શમિત દાસે આ સમગ્ર ઘટનાની આકરી નિંદા કરી છે અને સાથે સાથે તૃણમૂલ પાર્ટી ઓફિસને કબ્રસ્તાન પરનો કબ્જો ખાલી કરવાની માગણી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના આકરા નિર્દેશ બાદ પણ તૃણમૂલના જ લોકો તેમની અવગણના કરી રહ્યાં છે.