રાફેલ વિવાદ: રાહુલ ગાંધી ખોટુ બોલે છે, શું તેઓ પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માંગે છે? રવિશંકર પ્રસાદ

રાફેલ મુદ્દે ચાલી રહેલા રાજકારણમાં આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક આરોપ લગાવ્યાં. રાહુલ ગાંધીના આ આરોપોને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફગાવી દીધા છે.

રાફેલ વિવાદ: રાહુલ ગાંધી ખોટુ બોલે છે, શું તેઓ પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માંગે છે? રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: રાફેલ મુદ્દે ચાલી રહેલા રાજકારણમાં આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક આરોપ લગાવ્યાં. રાહુલ ગાંધીના આ આરોપોને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફગાવી દીધા છે. ભાજપના નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય વાયુસેના ઉપર પણ વિશ્વાસ નથી કરતા. સુપ્રીમ કોર્ટ ઉપર તેમને વિશ્વાસ નથી. કેગ પર વિશ્વાસ નથી. શું તેઓ પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માંગે છે? તેઓ જાણી જોઈને કે અજાણતા રાફેલના પ્રતિસ્પર્ધિઓનો હાથો બની રહ્યાં છે.

રાફેલ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો મામલો-રાહુલ
આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલ મામલે સંરક્ષણ મંત્રાલયથી દસ્તાવેજોની ચોરી થવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો મામલો છે અને તે બદલ વડાપ્રધાન વિરુદ્ધ તપાસ અને  કાર્યવાહી થવી જોઈએ. 

કોંગ્રેસના નેતાએ એવો પણ  સવાલ કર્યો કે જો વડાપ્રધાન મોદીની દાનત સારી છે તો તેઓ તપાસથી કેમ દૂર ભાગે છે. તેમણે પત્રકારોને કહ્યું કે એક નવી  લાઈન સામે આવી છે- ગાયબ થઈ ગયાં. બે કરોડ રોજગાર ગાયબ થયા. ખેડૂતોના વીમાના પૈસા ગાયબ થયા. 15 લાખ રૂપિયા ગાયબ થયા. હવે રાફેલની ફાઈલો ગાયબ થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો કે એવી કોશિશ થઈ રહી છે કે કોઈ પણ પ્રકારે નરેન્દ્ર મોદીને બચાવવાના છે. સરકારનું એક જ કામ છે કે ચોકીદારને બચાવવાનો છે. ગાંધીએ  કહ્યું કે ન્યાય બધા માટે હોવો જોઈએ. એક બાજુ તમે એમ કહો છો કે દસ્તાવેજ ગૂમ થઈ ગયાં. તેનો અર્થ તો એ જ છે કે તે સાચું છે. આ કાગળોથી સ્પષ્ટ છે કે વડાપ્રધાને પેરેલલ વાત કરી છે. તેમના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે રાફેલની આપૂર્તિ સમયસર નથી થઈ કારણ કે મોદીજી અનિલ અંબાણીને પૈસા આપવા માંગતા હતાં. 

એક સવાલના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તમારી સરકાર છે જેના પર ઈચ્છો કાર્યવાહી કરો. પરંતુ વડાપ્રધાન ઉપર કાર્યવાહી કરો. વડાપ્રધાને રાફેલ ડીલમાં વાર કરી, અનિલ અંબાણીના ખિસ્સામાં 30000 કરોડ રૂપિયા નાખ્યા. તેમણે કહ્યું કે આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો મામલો છે અને તેની અપરાધિક તપાસ થવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news