નવી દિલ્હી: મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં મંજૂરી માટે રજુ કરવામાં આવશે. મે મહિનામાં બીજીવાર સત્તા સંભાળ્યા બાદ લોકસભાના પહેલા સત્રના પહેલા જ દિવસે સરકારે ટ્રિપલ તલાક વિધેયકનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. લોકસભામાં આજે આ બિલ પર ચર્ચા બાદ ટ્રિપલ તલાક બિલ પસાર થાય તેવી શક્યતા છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને સદનમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્રિપલ તલાક બિલને લઈને પોતાની પ્રતિબદ્ધતા અનેકવાર જાહેર કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વખતે રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું બિલ
જૂનમાં 16મી લોકસભા ભંગ થયા બાદ ગત વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું. કારણ કે તે રાજ્યસભામાં પેન્ડિંગ હતું. હકીકતમાં લોકસભામાં કોઈ પણ બિલ પસાર થયા બાદ અને રાજ્યસભામાં તેના પેન્ડિંગ રહેવાની સ્થિતિમાં લોકસભા ભંગ થતા તે વિધેયક નિષ્પ્રભાવી થઈ જાય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...