નવી દિલ્હીઃ વિવાદીત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવે ફરી એકવાર વિવાદીત નિવેદન આપ્યું છે. એક તાજા ઘટનાક્રમમાં બિપ્લબ દેવે કહ્યું કે, તેની સરકારને કોઈ હાથ ન લગાવી શકે. સરકારના કામોમાં કોઈ આંગળી ન કરી શકે, કોઈ નખ ના ચલાવી શકે, જો તેની સરકારમાં કોઈ નખ ચલાવશે તો નખ કાપી નાખવામાં આવશે. એક કાર્યક્રમમાં તેણે આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું, સવારે 8 વાગે શાકવાળો દુધી લઈને આવે છે. 9 વાગ્યા સુધીમાં તે ખરાબ થઈ જાય છે કે લોકો દુધીને તપાસવા માટે નખ લગાવીને જુઓ છે દુધીને તેવી કરી નાખે છે તે મારી સરકાર સાથે ન થવું જોઈએ. મારી સરકારને કોઈ નખ મારશે નહીં. જો કોઈ આમ કરશે તો તેના નખ કાપી નાખવામાં આવશે. 



મહત્વનું છે કે 28 એપ્રિલે પણ સીએમે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. અગરતલામાં વિશ્વ પશુપાલન દિવસ પર આયોજીત કાર્યક્રમમાં તેણે કહ્યું કે, યુવાનો રાજકીય પક્ષોની પાછળ ભાગતા રહે છે, તેથી તેને સરકારી નોકરી મળી જાય. આમ કરીને તે પોતાની જિંદગીનો સમય બરબાદ કરી દે છે. તેમણે કહ્યું કે, સારૂ હોત રાજકીય પક્ષોની પાછળ ભાગવા કરતા યુવા એક પાનની દુકાન ખોલી હોત તો અત્યાર સુધીમાં તેનું બેન્ક બેલેન્સ પણ પાંચ લાખ સુધી પહોંચી ગયું હોત.


મહાભારત કાળમાં ઇન્ટરનેટ
આ પહેલા તેમણે એક નિદેવનમાં કહ્યું હતું કે, મહાભારત કાળમાં પણ ઈન્ટરનેટ અને સેટેલાઇટ હતા. ભારતમાં યુગોથી ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે.