કયા ‘રોમિયો’ની ડીલ કરશે ટ્રમ્પ અને મોદી, જેનાથી ભારતને થશે સુપર ફાયદો
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે તે દરમ્યાન અમદાવાદના પ્રવાસ બાદ દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે 3.5 અબજ ડોલરના સોદા થશે. અંદાજે 25,000 કરોડનો કયો મોટો સોદો ટ્રમ્પ ભારત આવીને કરશે જુઓ ઝી 24 કલાકના સ્પિશેયલ રિપોર્ટમાં...
હિતેન વિઠલાણી/ન્યૂ દિલ્હી :અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે તે દરમ્યાન અમદાવાદના પ્રવાસ બાદ દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે 3.5 અબજ ડોલરના સોદા થશે. અંદાજે 25,000 કરોડનો કયો મોટો સોદો ટ્રમ્પ ભારત આવીને કરશે જુઓ ઝી 24 કલાકના સ્પિશેયલ રિપોર્ટમાં...
17.58 કરોડ લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન
24-25 ફેબ્રુઆરી બે દિવસીય ભારત પ્રવાસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે. જેને લઈ અમદાવાદ અને દિલ્હીમાં સરકારે તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પત્ની સાથે પહેલા અમદાવાદ જશે, જ્યાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ "મોટેરા સ્ટેડિયમ"નું ઉદ્ઘાટન પીએમ મોદી સાથે કરશે.. ત્યાર બાદ લગભગ 1.50 લાખ લોકોને પણ સંબોધશે. પીએમ મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમની જેમ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. તો સાથે જ કહેવાઈ રહ્યું છે કે, ગુજરાતથી દિલ્હી આવ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચે અંદાજે 25,000 કરોડ એટલે 3.5 અબજ ડોલરનો સોદા કરાશે, જે ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. તો સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની સાથે તાજમહેલ પણ જોવા જઈ શકે છે. અધિકારીક રીતે તો ટ્રમ્પની ગુજરાત અને દિલ્હીની જ મુલાકાતને જાહેર કરવામાં આવી છે.
કોરોના વાયરસથી મોતનો આંકડો 1600થી વધુ, પણ અસરગ્રસ્તોનો આંકડો સૌથી વધુ શોકિંગ છે
હેલિકોપ્ટર માટે 2.6 અબજ ડોલરનો સોદો
નૌકાદળ માટે 24 એમએચ-60 "રોમિયો" સીહોક મેરીટાઈમ મલ્ટિમિશન હેલિકોપ્ટર (romeo helicopter) માટે 2.6 અબજ ડોલરનો સોદો કરાશે. આ હેલિકોપ્ટર (sea hawk maritime multi mission helicopter) અમેરિકન કંપની લોકહિડ માર્ટિન પાસેથી ખરીદવામાં આવશે. ભારતીય સેના માટે 6 એએચ-64 ઈ અપાચે એટેક હેલિકોપ્ટર માટે 930 મિલિયન ડોલરનો પણ સોદો થશે. સંરક્ષણ વિભાગના સૂત્રો અનુસાર, કેબિનેટ કમિટી ઓન સિકયોરિટી દ્વારા આ ડિલને આગામી સપ્તાહે ઔપચારિક મંજૂરી આપવામાં આવશે. સૂત્રો મુજબ, યુએસ ફોરેન મિલિટરી સેલ્સ ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડિલ હેઠળ એમએચ-60 આર હેલિકોપ્ટર માટે ભારત પ્રથમ હપતા તરીકે 15 ટકા રકમ ચૂકવશે. કરાર પર હસ્તાક્ષર થયા બાદ બે વર્ષમાં હેલિકોપ્ટરની પહેલી ડિલિવરી ભારતને આપવામાં આવશે અને આગામી ચારથી પાંચ વર્ષમાં તમામ 24 હેલિકોપ્ટર ભારતને સોંપાશે.
- હેલફાયર મિસાઈલ એમકે-54 ટોરપીડો અને નિશાન પર પ્રહાર કરનારા રોકેટોથી સજ્જ એમએચ-60 આર હેલિકોપ્ટર ભારતીય સંરક્ષણ દળોને સપાટી સપાટી અને સબમરીનભેદી લડાઈ અભિયાનોને સફળતાથી અંજામ આપવામાં સક્ષમ બનાવશે.
- આ હેલિકોપ્ટર ફ્રિગેટ, જહાજ, ક્રૂઝર અને એરક્રાફ્ટ કેરિયરશિપ પરથી પણ ચાલી શકે છે.
- આ હેલિકોપ્ટર વિશ્વના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર માનું એક છે.
- હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખી ભારત માટે આ હેલિકોપ્ટર ખૂબ જ જરૂરી છે.
- આ હેલિકોપ્ટર હાલમાં યુએસ નેવીમાં તૈનાત છે. જે સબમરીનને શોધીને તેને નષ્ટ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે.
- સીહોક બ્રિટનમાં બનેલા બહુ જૂનાં થઈ ગયેલા સી કિંગ હેલિકોપ્ટરને રિપ્લેસ કરશે.
અમેરિકાએ ગત વર્ષે એપ્રિલમાં ભારતને સીહોક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ એવું મનાય રહ્યું હતું કે, આ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળને એન્ટી-ગ્રાઉન્ડ અને એન્ટી-સબમરીન લડાઈમાં વધુ તાકાત પૂરી પાડશે. તો સાથે જ અમેરિકન સંરક્ષણ ઉત્પાદક કંપની બોઈંગે પણ સંકેત આપ્યા છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન ભારતીય વાયુસેનાને એફ-15 ઈએક્સ ઈગલ ફાઈટર જેટ વિમાન વેચવાનો પ્રસ્તાવ મૂકવા પર પણ વિચારી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં ઐતિહાસિક સ્વાગત માટેની તડામાર તૈયારીઓ એટલે પણ થઈ રહી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે ટ્રમ્પનો આ ભારત પ્રવાસ અત્યાધુનિક હત્યારોની સાથે ટેકનોલોજી ક્ષેત્રે થનારા મહત્વના કરારોના કારણે ભારત માટે વધુ ખાસ છે, જેથી ભારત અને અમેરિકાની મિત્રતા પણ વધુ ઘનિષ્ઠ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...