જો NDAને બહુમત ન મળે તો આ 3 `સાથી` મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ
લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે.
ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ
ભાજપની નજરે આ પક્ષોનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે તેમણે યુપીએ તરફથી કરાયેલી કોશિશોને ડિંગો બતાવ્યો હતો. તેમણે યુપીએને કોઈ પણ આશ્વાસન આપ્યું નથી. એટલે સુધી કે એક પક્ષે તો યુપીએના નેતાઓ સાથે વાત પણ કરી નથી. અહીં વાત થઈ રહી છે ઓડિશામાં બીજેડીના નેતા નવીન પટનાયક, વાયએસકોંગ્રેસના નેતા જગન રેડ્ડી અને તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવની.
બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'
નવીન પટનાયક એનડીએને સંકેત આપી ચૂક્યા છે
સૌથી પહેલા વાત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની. તેઓ ઓડિશાના રાજકારણના ટોચના નેતા છે. છેલ્લા 2 દાયકાઓથી તેઓ રાજ્યમાં સત્તામાં સૌથી ઉપરની ખુરશી પર બિરાજમાન છે. આટલા દિવસોમાં તેમને પડકારનારા કોઈ નેતા સામે આવ્યાં નથી. તેમણે વર્ષ 2000માં મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી. આ વખતે ચૂંટણીમાં તેમને ભાજપે પડકાર ફેંક્યો છે. જો કે હજુ સુધી મોટાભાગના એક્ઝિટ પોલ 10થી 15 સીટો આપતા બતાવે છે. નવીન પટનાયકે એનડીએને સમર્થનના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે અમારા હિતોનું ધ્યાન રાખશે તેમની સાથે જવા તૈયાર છીએ.
મતગણતરી શરૂ થવાના ગણતરીના કલાકો અગાઉ ECએ વિરોધ પક્ષોને આપ્યો મોટો આંચકો
જગન મોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશમાં બહુ જલદી લોકપ્રિય થઈ ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે જગન મોહન રેડ્ડી. તેઓ પણ એનડીએને સમર્થન આપી શકે છે. યુપીએ તરફથી જ્યારે શરદ પવારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે પવારનો ફોન ઉપાડ્યો જ નહીં. આવામાં ભાજપને જગન રેડ્ડીના સમર્થનનો પૂરેપૂરો ભરોસો છે.
જુઓ LIVE TV