નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ગુના પાસે ગુરુવારે વહેલી સવારે એક ખાલી બસ અને ટ્રક કન્ટેઈનરની ટક્કરથી ટ્રકમાં સવાર આઠ પ્રવાસી શ્રમિકોના મોત થયા છે અને લગભગ 55 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસપી તરુણ નાયકે જણાવ્યું કે મહારાષ્ટ્રથી લગભગ 65 મજૂરો એક ટ્રકમાં સવાર થઈને ઉત્તર પ્રદેશ માટે નીકળ્યા હતાં. રાતે લગભગ 3 વાગે ગુના બાયપાસ પર ખોટી દિશામાથી આવતી એક ખાલી બસ અને ટ્રકમાં ભીડંત થઈ. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. જ્યારે 55 લાકો ઘાયલ થયાં. તેમણે જણાવ્યું કે ઘાયલોને ગુનાની હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેઓ સારવાર હેઠળ છે. તેમાંથી  કોઈ ગંભીર રીતે ઘાયલ નથી. 


અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત


એસપીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ ઈબ્રાહીમ (18), અજીત કોરી(20), અર્જૂન કોરી (20), વસીમ ખાન (23), રમેશ પાલ (42), સુધીર (22), દિનેશ પાલ (42), અને ગંગા પાલ (45) તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે બાયપાસ પર ઉલટી દિશામાં આવી રહેલી બસ ખાલી હતી જ્યારે મજૂરો ટ્રકમાં સવાર હતાં. જો કે અગાઉ એવી માહિતી મળી હતી કે ભોગ બનેલા મજૂરો બસમાં સવાર હતાં પરંતુ ત્યારબાદ તેઓ ટ્રકમાં હોવાની પુષ્ટિ થઈ હતી. જિલ્લા કલેક્ટર એક વિશ્વનાથને જણાવ્યું કે ઘાયલોને સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી આશા છે. ત્યારબાદ પ્રશાસન દ્વારા આ તમામને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરાશે. 


આંધ્ર પ્રદેશમાં દુર્ઘટના, હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવ્યું ટ્રેક્ટર, 9 મજૂરોના મોત
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગુરુવારે સાંજે દર્દનાક અકસ્માત થયો હતો. પ્રકાશમ જિલ્લામાં ઓંગોલે રાજસ્વ ડિવિઝનના નાગુલુપ્પલાપાડુ ગામમાં એક ટ્રેક્ટર વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણે 9 જેટલા ખેત મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસના જણાવ્યાં મુજબ મૃતકોમાં છ જણ એક જ પરિવારના હતાં. સૂચના મળતા ઘાયલોને ઓંગોલ શહેરના રિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. 


આ ઘટના ગુરુવારે સાંજે 6.30 વાગે ઘટી હતી. રોજની જેમ કામ બાદ ટ્રેક્ટરથી લગભગ 30 મરચાના ખેતરોમાં કામ કરતા મજૂરો તેમના ઘરે જઈ રહ્યાં હતાં. ગામ જતી વખતે અચાનક ટ્રેક્ટર બેકાબુ બન્યું અન વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. ત્યારબાદ વીજળીના તાર પર લોકો પડ્યા અને તેની ઝપેટમાં આવ્યાં જ્યાં 9 લોકોના દર્દનાક મોત થયાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube