કોંગ્રેસના એક્શન પર સચિન પાયલટની ટ્વિટ, `સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં`
કોંગ્રેસ (congress) ના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટ (Sachin Pilot) ને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સચિન પાયલટે ટ્વિટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત કરી શકાતું નથી.
નવી દિલ્હી: કોંગ્રેસ (congress) ના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટ (Sachin Pilot) ને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સચિન પાયલટે ટ્વિટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત કરી શકાતું નથી.
કોંગ્રેસે સચિન પાયલટને રાજસ્થાનના ડે.સીએમ પદેથી હટાવ્યા
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube