નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર સાંજે દેશવાસીઓને સંબોધન કરવાના છે. પીએમ મોદી 30 જૂનના રોજ સાંજે 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે, દેશભરમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યાં છે. તો બીજી તરફ ગલવાન ખીણમાં થયેલા હિંસક સંઘષ બાદ ચીન સાથે તણાવ યથાવત છે.


1 જુલાઇથી દેશમાં લાગુ થશે અનલોક 2, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ ગાઇડલાઇન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓનું સંબોધન કરતા કોરોનાથી લઇને તોફન, લદ્દાખમાં ચીનના દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોનો ઉલ્લેખ કર્યો હતો.


આ પણ વાંચો:- સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા


પીએમ મોદીએ કહ્યું કે સેંકડો આક્રમણકારોએ દેશ પર હુમલો કર્યો, પરંતુ ભારત આનાથી ભવ્ય બહાર આવ્યું. તે જ સમયે, ચીનનું નામ લીધા વિના, પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ લદ્દાખમાં ભારત તરફ નજર કરી હતી તેમને યોગ્ય જવાબ મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube