1 જુલાઇથી દેશમાં લાગુ થશે અનલોક 2, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ ગાઇડલાઇન

દેશભરમાં કોરોના વાયરસના સંકટને લઇ ચાર તબક્કાના લોકડાઉનમાંથી પસાર થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશને આર્થિક ગતી આપતવા અનલોક 1ની જાહેરાત કરાઈ હતી.

Updated By: Jun 29, 2020, 10:32 PM IST
1 જુલાઇથી દેશમાં લાગુ થશે અનલોક 2, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ ગાઇડલાઇન

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના સંકટને લઇ ચાર તબક્કાના લોકડાઉનમાંથી પસાર થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશને આર્થિક ગતી આપતવા અનલોક 1ની જાહેરાત કરાઈ હતી. સમગ્ર દેશમાં 1 જૂનથી અનલોક-1 લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલે (30 જૂનથી) અનલોક 1નો અંતિમ દિવસ છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી અનલોક 2 લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 2ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:- સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા

ગાઇડલાઇન અનુસાર, 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજ બંધ રહેશે. અનલોક 1માં સરકાર દ્વારા રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવ્યું હતું. જ્યારે અનલોક 2માં રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇ્ટ પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કે, તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પરવાનગી આપવામાં આવશે, જેમને ગૃહ મંત્રાલય તરફથી પરવાનગી મળી છે. મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- ચીન પર મોદી સરકારનો મોટો નિર્ણય ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

કન્ટેઇમેન્ટ ઝોનની બહારના 15 જુલાઇથી કેન્દ્ર અને રાજ્યના તાલીમ સંસ્થાનોને કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેની પ્રક્રિયા કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube