નવી દિલ્હી: કોરોના (Corona Virus) થી સંક્રમિત દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે તેમને હળદરવાળું દૂધ અને આયુર્વેદિક મિશ્રણોનો ખાસ ઉકાળો પીવા માટે આપવામાં આવી રહ્યો છે. દિલ્હીના છતરપુર સ્થિત રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં બનાવવામાં આવેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર (Sardar Patel Covid Care Center)માં દર્દીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્ત્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધને રવિવારે રાધા સ્વામી સત્સંગ વ્યાસ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને કેન્દ્રમાં કોવિડ 19ના મેનેજમેન્ટની સમીક્ષા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધાસ્વામી સત્સંગ વ્યાસ (RSSB)ને 10,200 બેડની સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર તરીકે વિક્સિત કરવામાં આવ્યું છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે ભારતનું ક્લિનિકલ પ્રોટોકોલ વ્યાપક પરીક્ષણના માધ્યમથી ઝડપી શોધ, નિગરાણી, દર્દીઓની તરત ઓળખ અને ચિકિત્સા મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે. તેના પરિણામ સ્વરૂપે અહીં 2.66 ટકાથી પણ ઓછો મૃત્યુદર રહ્યો છે. આપણી સફળતા સુધાર દરમાં પણ જોઈ શકાય છે. જે 5.3 લાખ દર્દીઓના સ્વસ્થ હોવાની સાથે લગભગ 63 ટકા છે. 


અહીં દર્દીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને હળદરવાળું દૂધ આપવામાં આવે છે. પીપીઈ પહેર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ લગભગ 12 દર્દીઓ સાથે વાત કરી અને કેન્દ્રમાં મળી રહેલી સુવિધાઓ તથા ઉપચાર ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સુધાર અંગે પણ જાણકારી લીધી. 


આ કોવિડ સેન્ટરની વિશેષતા એ છે કે તેને સમુદાય અને દાનદાતાઓ પાસેથી મળેલા દાનથી ચલાવવામાં આવે છે. જેમાં બેડ, ઓક્સિજન સિલિન્ડરો વગેરે સ્વરૂપે દાન લેવાઈ રહ્યું છે. 


એસપીસીસીસીમાં તૈયાર 10,200 બેડમાંથી હાલ 2000 બેડ ઉપયોગમાં છે. અહીં 100થી 116 બેડની ક્ષમતાવાળા 88 હોલ છે. બે એન્ક્લોઝર્સ ની નિગરાણી એક નર્સિંગ સ્ટેશન દ્વારા થાય છે. અત્યાર સુધીમાં એસપીસીસીસીમાં 20 એન્ક્લોઝર્સ અને 19 નર્સિંગ સ્ટેશન તૈયાર છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube