સંકલ્પની આગળ ફેલ થઈ અફવાઓ, દેશભરમાં 9 મિનિટમાં 32 હજાર મેગાવોટ વિજળીની થઈ બચત
રવિવારે રાત્રે 9 કલાકથી આગામી 9 મિનિટ સુધી દેશભરમાં ઘરોના બલ્બ અને ટ્યૂબલાઇટ બંધ થવાથી વીજળી ગ્રિડ પર કોઈ અસર પડી નથી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી દેશભરમાં ઘરોના બલ્બ અને ટ્યૂબલાઇટ બંધ થવાથી વીજળી ગ્રિડ પર કોઈ અસર પડી નથી. સરકાર અને વીજળી કંપનીઓ માટે પહેલાથી તૈયાર કરવામાં આવેલી યોજનાથી કોઈ સમસ્યા થઈ નથી.
વડાપ્રધાને શુક્રવારે કોરોના વાયરસ વિરુદ્ધ અભિયાન હેઠળ દેશના નામે પોતાના સંદેશમાં 'અંધકારને પડકાર'ના રૂપમાં રવિવારે રાત્રે 9 કલાકે આગામી 9 મિનિટ સુધી લાઇટ બંધ કરવા અને દીવા, મિણબત્તી, ટોર્ચ કે મોબાઇલથી રોષની કરવાની અપીલ કરી હતી.
તેના પર ઉર્જા મંત્રી આર.કે.સિંહે કહ્યું, વીજળીની આપૂર્તીમાં કમી (રેપ ડાઉન) અને પછી વધારો (રેપ અપ)નું કામ સારી રીતે ચાલ્યું છે. અધિકારીઓએ સારી રીતે તેની વ્યવસ્થા કરી છે. હું અને મારી સાથે વરિષ્ઠ અધિકારી ઉર્જા સચિવ અને પોસ્કો સીએમડી નેશ્નલ મોનિટરિંગ સેન્ટરથી વ્યક્તિગત રૂપથી સ્થિતિ પર નજર રાખી રહ્યાં હતા. હું એનએલડીસી (નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર), આરએલડીસી (રિઝનલ લોડ ડિસ્પેચ સેન્ટર) અને એસએલડીસી (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર)ના તમામ એન્જિનિયરોને સ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે અભિનંદન આપુ છું.
ઉર્જા મંત્રી અનુસાર આશરે ચાર-પાંચ મિનિટ દરમિયાન વીજળીનો વપરાશ 1,17,000 મેગાવોટથી ઘટીને 85,300 મેગાવોટ રહ્યો હતો. આ સંભવિત 1,20,000 મેગાવોટના ઘટાડાથી ઘણી વધુ હતી.
મંત્રાલય અનુસાર લાઇટ બંધ થયા બાદ માગમાં ઘટાડો થવા છતાં 110 મેગાવોટનો વધારો (રેપ અપ) સુચારૂ રહ્યો. કોઈ જગ્યાએથી ખામી કે બંધ થવાની ઘટના બની નથી.
તેમણે વીજળી ઉત્પાદન કંપનીઓ એનટીપીસી અને એનએચપીસીની પ્રશંસા કરી હતી. આર.કે.સિંહે કહ્યું કે, હાઇડ્રો પાવર સેક્ટર મોટુ યોગદાન મળ્યું છે.
તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, પીએમની અપીલ પર 9 કલાકથી આગામી 9 મિનિટ સુધી ઘરોમાં બલ્બ, ટ્યૂબલાઇટ બંધ થવાથી બ્રિજલ ગ્રિડ પર પ્રતિકૂળ અસર પડશે અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે.
પરંતુ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, દેશની ગ્રિડ વ્યવસ્થા મજબૂત છે અને આ પ્રકારની આશંકાઓ નિરાધાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર