આંધ્ર પ્રદેશ: ચિત્તૂર જિલ્લામાં હટસન ડેરી પ્લાન્ટમાં ગેસ લીક, અનેક મહિલાઓ બેભાન થઈ ગઈ
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં ચિત્તૂર જિલ્લામાં એમ બંડાપલ્લી ગામમાં હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. અમોનિયા ગેસની ચપેટમાં આવીને 20 મહિલાઓ બીમાર થઈ. મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ચિતૂર: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં ચિત્તૂર જિલ્લામાં એમ બંડાપલ્લી ગામમાં હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. અમોનિયા ગેસની ચપેટમાં આવીને 20 મહિલાઓ બીમાર થઈ. મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો
ડેરી પ્લાન્ટની દુર્ઘટનાની જાણ થતા જ ડીએમ ડો.નારાયણ ભરત ગુપ્તા અને એસપી સેંધિલ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળની સમીક્ષા કરી. ડીએમએ જણાવ્યું કે વેલ્ડિંગ પાઈપ તૂટવાના કારણે હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. અધિકારીઓની એક ટીમને તેની ઊંડી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ
અમોનિયા ગેસના કારણે બીમાર થયેલી 20 મહિલાઓમાંથી 14 મહિલાઓને ચિત્તૂરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube