મુઝફ્ફરપુર :  મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડ મામવામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની રાઝદાર મધુ વિશે કેટલાક ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. પોલીસ અને સીબીઆઇ બંને લાંબા સમયથી મધુની શોધ કરી રહ્યા છે. હવે મધુ વિશે કેટલીક નવી જાણકારી મળી છે. મળતી માહિતી પ્રમાણે મધુ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરનો ડાબો હાથ હતી અને દુષ્કર્મપીડિત તમામ બાળકીઓની વિગતો ખબર હતી જે તેણે પોતાના પેટમાં સંતાડી રાખી હતી. મધુને આ વાતનો મોટો ફાયદો પણ બ્રજેશ ઠાકુરે કરાવી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ માહિતી પ્રમાણે બ્રજેશ ઠાકુરે સરકારી ખાતાઓમાં પોતાની લાગવગ વાપરીને મધુને એડ્સ તેમજ એચઆઇવી નીતિ ઘડવા માટે બનાવેલા બિહાર રાજ્ય એઇડ્સ કાઉન્સિલની સભ્ય બનાવી દીધી હતી. મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી કાઉન્સિલમાં એક ડઝનથી વધારે વિભાગોના પ્રધાન સચિવ સભ્ય છે. મધુને કાઉન્સિલથી હટાવવાની દિશામાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે તે હજી પણ કાઉન્સિલની સભ્ય છે. 


મળતી માહિતી પ્રમાણે આ કાઉન્સિલમાં એચઆઇવી તેમજ એઇડ્સ જાગૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલી પાંચ સ્વયંસેવી સંસ્થાના પ્રતિનિધિઓને પણ સભ્ય બનાવવાના હતા. આ સમયે બ્રજેશની લાગવગ કામ કરી ગઈ.  તેણે વામા શક્તિ વાહિનીની અધ્યક્ષ મધુને કાઉન્સિલની સભ્ય બનાવી દીધી. આ સિવાય બીજા બે સ્વયંસેવી સંગઠનોના પ્રતિનિધિઓને પણ સભ્ય બનાવી દેવામાં આવ્યું. હાલમાં પોલીસ મધુની શોધ ચલાવી રહી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...