PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકરે કરી બિટકોઇનની માંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account Hacked) હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી. બાદમાં આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી. પરંતુ બાદમાં તત્કાલ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. ટ્વીટર એકાઉન્ટ પર એક મેસેજ લખવામાં આવ્યો, હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.
અન્ય એક ટ્વીટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક (hckindia@tutanota.com)એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. પરંતુ હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ જે વેરિફાઇડ ટ્વીટર એકાઉન્ટ છે, તેના 25 લાખથી વધુ ફોલોઅર્સ છે.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube