રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક, IT મંત્રીએ આપી આ જાણકારી
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે (Twitter) ભારતના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના (Ravi Shankar Prasad) ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને 1 કલાક માટે બ્લોક કર્યું હતું
નવી દિલ્હી: માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે (Twitter) ભારતના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના (Ravi Shankar Prasad) ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને 1 કલાક માટે બ્લોક કર્યું હતું. અમેરિકન કાયદાના ઉલ્લંઘનનો આરોપ મૂકતાં ટ્વિટરે આ કાર્યવાહી કરી હતી.
નવા આઇટી કાયદા
રવિશંકર પ્રસાદે ખુદ આ વિશે માહિતી આપતાં લખ્યું કે, 'મારી સાથે એક વિચિત્ર ઘટના બની. શુક્રવારે સવારે ટ્વિટરે મારું કોઈ સૂચના આપ્યા વિના ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. આ અંગે કંપની પાસેથી માહિતી માંગવામાં આવી ત્યારે તેમણે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટનું (Digital Millennium Copyright Act) ઉલ્લંઘન કર્યા હોવાનું જણાવ્યું. લગભગ 1 કલાક પછી મારું એકાઉન્ટ પુન: રિસ્ટોર થયું.
Bank Alert! જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંક, જતા પહેલા ચેક કરી લો લિસ્ટ
ટ્વિટર કરી રહ્યું છે મનમાની
રવિશંકર પ્રસાદે આ સમગ્ર ઘટના અંગે બોલતા કહ્યું કે, ટ્વિટર માત્ર પોતાનો એજન્ડા ચલાવી રહ્યું છે. તે પોતાની મનમાની કરવા ઇચ્છે છે. નોટિસ વગર મારું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવું નવા આઇટી નિયમ 4(8) નું ઉલ્લંઘન છે. ટ્વિટરને અભિવ્યક્તિની આઝાદીમાં વિશ્વાસ નથી. ભારત સરકાર ટ્વિટર પાસેથી તેનો જવાબ માંગશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા મોટા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક દૂર કરવામાં આવી હતી. જે પછી દેશભરમાં વિવાદ સર્જાયો હતો અને ટ્વિટરે તેને ટેક્નિકલી ભૂલ ગણાવ્યા બાદ તરત જ તેને સુધારી હતી.