નવા IT નિયમો પર ટ્વિટરે બહાર પાડ્યું નિવેદન, જાણો શું કહ્યું?
નવા આઈટી નિયમો (IT Rules) ને લઈને ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું કે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે.
નવી દિલ્હી: નવા આઈટી નિયમો (IT Rules) ને લઈને ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું કે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે.
ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાની કોશિશ કરીશું-ટ્વિટર
માઈક્રોબ્લોગિંગ સાઈટે (Twitter) એક નિવેદન બહાર પાડીને કહ્યું કે 'ટ્વિટર ભારતના લોકો માટે પ્રતિબદ્ધ છે. અમારી સેવા સાર્વજનિક વાતચીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને મહામારી દરમિયાન લોકોનો સપોર્ટ કર્યો છે. અમે અમારી સેવા ચાલુ રાખવા માટે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાની કોશિશ કરીશું.'
'અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતા માટે કાયદાનું પાલન'
ટ્વિટરે વધુમાં કહ્યું કે 'જે રીતે અમે દુનિયાભરમાં કરીએ છીએ, તેમ અમે પારદર્શકતાના સિદ્ધાંતો, સેવામાં દરેક અવાજને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા, કાયદા હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે કડકાઈથી નિયમોનું પાલન કરીશું.'
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જલદી ભારત ભેગો કરાશે, Antigua ના પ્રધાનમંત્રીએ આપ્યા સંકેત
પોલીસની ધમકાવવાની રણનીતિથી ચિંતિત-ટ્વિટર
માઈક્રોબ્લોગિંગ સાઈટે કહ્યું કે 'હાલ અમે ભારતમાં અમારા કર્મચારીઓના મામલે હાલની ઘટનાઓ અને યૂઝર્સની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત જોખમને લઈને ચિંતિત છીએ. અમે ભારત અને દુનિયાભરના નાગરિકો માટે નવા નિયમો પર કામ કરી રહ્યા છીએ. આ સાથે જ શરતોને લાગૂ કરવા માટે પોલીસની ધમકાવવાની રણનીતિથી ચિંતિત છીએ.'
White Fungus ના કારણે દર્દીના આંતરડામાં પડી ગયું કાણું, આ શહેરમાં જોવા મળ્યો દુનિયાનો પહેલો કેસ
ભારત સરકાર સાથે ચાલુ રાખીશું વાતચીત
ટ્વિટરે વધુમાં કહ્યું કે 'અમે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું અને માનીએ છીએ કે સહયોગાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો મહત્વપૂર્ણ છે. જનતાના હિતોની રક્ષા કરવી ચૂંટાયેલા અધિકારીઓ, ઉદ્યોગ અને નાગરિક સમાજની સામૂહિક જવાબદારી છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube