ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જલદી ભારત ભેગો કરાશે, Antigua ના પ્રધાનમંત્રીએ આપ્યા સંકેત

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી જલદી ભારત ભેગો થઈ શકે છે. Antigua and Barbuda ના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનનું કહેવું છે કે ચોક્સીને ડોમિનિકાથી એન્ટીગુઆ લાવવાની જગ્યાએ સીધો ભારત મોકલવામાં આવી શકે છે. 

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જલદી ભારત ભેગો કરાશે, Antigua ના પ્રધાનમંત્રીએ આપ્યા સંકેત

નવી દિલ્હી: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી જલદી ભારત ભેગો થઈ શકે છે. Antigua and Barbuda ના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનનું કહેવું છે કે ચોક્સીને ડોમિનિકાથી એન્ટીગુઆ લાવવાની જગ્યાએ સીધો ભારત મોકલવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો બધુ ઠીક રહ્યું તો આગામી 48 કલાકમાં ચોક્સી ભારતમાં હશે. અત્રે જણાવવાનું કે એન્ટીગુઆથી ગૂમ થયેલો મેહુલ ચોક્સી ડોમિનિકાના ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (CID)ની અટકમાં છે. 

ભારત સાથે સતત સંપર્કમાં બ્રાઉન
અમારા રાજનીતિક સંવાદદાતા સિદ્ધાંત સિબ્બલ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં Antigua and Barbuda ના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન (Gaston Browne)એ કહ્યું કે તેઓ ભારત અને ડોમિનિકા સરકાર સાથે સતત સંપર્કમાં છે. મેહુલ ચોક્સીને એન્ટીગુઆ પાછો લાવવાની જગ્યાએ ભારત મોકલવાની તૈયારી છે. તેમણે કહ્યું કે ડોમિનિકા આ મામલે સંપૂર્ણ સહયોગ  કરી રહ્યું છે. જો બધું ઠીક હશે તો આગામી 48 કલાકમાં ચોક્સી ભારતમાં હશે. 

'પાછો મોકલ્યા સિવાય કોઈ ઓપ્શન નથી'
ગેસ્ટન બ્રાઉને વધુમાં કહ્યું કે તેમણે ડોમિનિકા સરકાર અને ત્યાના લીગલ ડીપાર્ટમેન્ટને અપીલ કરી છે કે ચોક્સીને એન્ટીગુઆ પાછો મોકલવાની જગ્યાએ સીધો ભારત મોકલી દેવામાં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે પહેલેથી સ્પષ્ટ કર્યું હતું કે  જો મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગશે તો તેની નાગરિકતા છીનવી લેવાશે અને આવામાં હવે તેને ભારત પાછો મોકલ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. તેની પાસે એક નાગરિક તરીકેના કોઈ કાયદાકીય હક નથી. 

— WION (@WIONews) May 27, 2021

2018થી એન્ટીગુઆમાં હતો 
પંજાબ નેશનલ  બેન્ક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી અચાનક જ એન્ટીગુઆથી ગૂમ થઈ ગયો હતો. ત્યારબાદ તેને પકડવા માટે ઈન્ટરપોલની યલો નોટિસ બહાર પડાઈ હતી. ચોક્સી એન્ટીગુઆ અને બર્મૂડાની નાગરિકતા લીધા બાદ 2018થી ત્યાં રહેતો હતો. ગૂમ થયેલા લોકોની શોધ માટે ઈન્ટરપોલ યલો નોટિસ બહાર પાડે છે. તે છેલ્લે રવિવારે એન્ટીગુઆ અને બારબૂડામાં પોતાની કારમાં ડિનર કરવા માટે જતો જોવા મળ્યો હતો. ચોક્સીની કાર મળ્યા બાદ તેના કર્મચારીઓએ તે ગૂમ થયો હોવાની જાણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news